<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ભારતમાં દરરોજ આપઘાત ૨૮ ખેડૂત-ખેતમજૂરનો

એનસીઆરબિના રિપોર્ટમાં ખુલાસો : ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે, જ્યા૨ે ખેતમજૂરોની સંખ્યામાં થઈ રહેલો મોટો વધારો

નવી દિલ્હી તા.૯: ભારતને કૃષિપ્રધાન દેશ માનવામાં આવે છે. પરંતુ આ કૃષિપ્રયાન દેશમાં જ દરરોજ ૨૮ ખેડૂત કે ખેતમજુરે આપઘાત કરીને મોતની સોડ તાણવી પડે છે! એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટના આંકડામાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલા આંકડામાં દેશમાં વર્ષ ૨૦૨૪માં ૪,૯૩૩ ખેડૂતાં તથા ૫,૯૧૩ ખેતમજુરો મળીને કૃષિની કામગીરી સાથે જોડાયેલા કુલ ૧૦, ૫૪૬ લોકોએ આપયાત કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ એવો દાવો કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે. જ્યારે ખેતમજુરોની સંખ્યામાં મોટી વધારો થયો છે. ૨૦૦૧માં ગુજરાતમાં ૫૧.૬૧ લાખ ખેતમજુરોનીવાયા હતા. જે વધીને ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ૯૮.૩૯ લાખે પહોંચી ગયા છે. ત્યારે ખેડૂતો ઘટે અને મજૂરો વર્ષ તેને વિકાસ કહેવાય? ગુજરાતમાં એક વર્ષમાં ૩૮૫ ખેડૂતોએ આપયાત કર્યો હતો. જેમાં અડધાથી વધુ કેસ સૌરાષ્ટ્ર વિસ્તારના છે. વાતાવરણના કારણે પાક નુકસાની અને બાદમાં સહાય ચૂકવવામાં વિલંગના કારવો ખેડૂતી દેવાના બોજમાં દબાઈ રહ્યા છે અને આખરે અતિમવાદી  પગલું ભરે છે.

દેશમાં ખેડૂતોના આપઘાતનો ચિતાર

વર્ષ       ખેડૂત    ખેતમજૂર           કુલ

૨૦૨૦  ૫૫૭૯  ૫૦૯૮  ૧૦૬૭૭

૨૦૨૧  ૫૩૧૮  ૫૫૬૩  ૧૦૮૮૧

૨૦૨૨  ૫૨૦૭  ૬૦૮૩  ૧૧૨૯૦

૨૦૨૩  ૪૬૯૦  ૬૦૬૯  ૧૦૭૮૬

૨૦૨૪  ૪૬૩૩  ૫૯૧૩  ૧૦૫૪૬

(10:24 AM IST)