હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં 2.5 લાખ દુકાનો બંધ: ઇન્ડીયા ગઠબંધનની રેલીની અસર: વેપારીઓનો દાવો
દિવાળીના તહેવારમાં વેપારને મોટો ફટકો: 20 બજારોના ધંધા પર અસરની આશંકા

નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલીને કારણે રાજધાનીના વેપાર-ધંધા પર અસર પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ મુદ્દે ચોથો પત્ર લખવામાં આવ્યો છે.
CTIના જણાવ્યા અનુસાર, રેલીને કારણે રામલીલા મેદાનની આસપાસના આશરે 5થી 10 કિલોમીટરના વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે. તેના કારણે અંદાજે 2.5 લાખ દુકાનો બંધ રહી હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે.
CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે, રેલીના કારણે 20 બજારોના વેપાર પર અસર થઈ રહી છે અને દિવાળીની સિઝનમાં રોજના અંદાજે રૂ. 10,000થી 12,000 કરોડના વેપારને જોખમ ઊભું થયું છે.
બીજી તરફ રાહુલ ગાંધીએ રેલીમાં આવનારા લોકોને દિલ્હીના સ્થાનિક બજારોમાંથી ખરીદી કરીને વેપારીઓને મદદ કરવાની અપીલ કરી હતી. જોકે, CTIનું કહેવું છે કે પરિવહન વ્યવસ્થા ખોરવાતા દુકાનો સુધી માલ પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ છે.
દિવાળીના તહેવારના સમયે રેલીને કારણે વેપાર પર પડેલી અસર અંગે રાજકીય અને વેપારી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
