તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
ઊંચા તાપમાનથી બેચેની, ડિપ્રેશન અને તણાવના કેસોમાં ૨૫%નો વધારો
હિટવેવની અસર માત્ર શરીરને જ નહીં, પરંતુ દિમાગને પણ થાય, ગરમીથી માનસિક આરોગ્ય પર વધતો ખતરો : ઉનાળામાં યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવી જરૂરીઃ દ૨ેક ૧ સેલ્સિયશ ડિગ્રી તાપમાન વધે તેમ માનસિક તણાવમાં પણ વધારો થાય

નવી દિલ્હી,તા.૧૯: દેશમાં તાપમાન સતત ૪૩ સેલ્સિયશ ડીગ્રીને પાર પહોંચતા હીટવેવ સર્જાઈ રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં લોકોમાં ચીડિયાપણું, ગુસ્સો અને તણાવની ફરિયાદો વધી રહી છે. હીટવેવ દરમિયાન માનસિક - શારીરિક આરોગ્ય બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે. યોગ્ય આહાર, હાઈ ડ્રેશન અને આરામથી આ અસરને ઘણાં અંશે નિયંત્રિત કરી શકાય છે. હિટવેવ હવે માત્ર તાપમાનનો મુદ્દો નથી, પરંતુ આરોગ્ય માટે ગંભીર ચેતવણી છે. ચીડિયાપણું એ માત્ર મૂડ નહીં, પરંતુ શરીર અને મન બંનેના તણાવનો સંકેત છે.
ગરમીમાં શરીર પોતાને ઠંડુ રાખવા વધુ ઊર્જા વાપરે, જેથી થાક વધુ લાગે
મનોચિકિત્સક ડો. કૃતજ્ઞસિહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉંચા તાપમાનમાં શરીર પોતાને ઠંડું રાખવા વધુ ઊર્જા વાપરે છે, જેના કારણે થાક, અસ્વસ્થતા વધે અને સહનશક્તિ ઘટે છે. ઉનાળામાં અને ખાસ કરીને વધુ ગરમીમાં માનસિક રોગોના દર્દીઓમાં વધારો થવાના કેટલાક વૈજ્ઞાનિક અને જીવનશૈલી સંબંધિત કારણો હોય છે.
જ્જ શરીરમાં પાણીની ઉણપ થવાથી મગજની કાર્યક્ષમતા પર અસર પડે છે. જેનાથી ચીડિયાપણું, ગભરાટ અને તણાવ વધે છે.
જ્જ વધુ ગરમીના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે. પુરતી ઊંઘ ન મળવાથી ડિપ્રેશન, એન્ઝાયટી અને મૂડ સ્વિંગ્સ વધે છે.
જ્જ ઉનાળામાં શરીર ઝડપથી થાકી જાય છે. જેના કારણે માનસિક રીતે પણ થાક અને અશાંતિ અનુભવાય છે.
જ્જ જે લોકો પહેલેથી જ માનસિક બીમારીઓ માટે દવાઓ લેતા હોય, તેમાં કેટલીક દવાઓ શરીરની ગરમી સહન કરવાની ક્ષમતા ઓછી કરે છે. સતત ગરમી અને અકળામણના કારણે ગુસ્સો, બેચેની અને ચીડિયાપણું વધે છે.
જ્જ કેટલીક સ્ટડીઝ અનુસાર વધારે તાપમાન મગજમાં સેરોટોનિન અને ડોપામાઈન જેવાં કેમિકલ્સના સંતુલન પર પણ અસર કરે છે. જે મૂડને પ્રભાવિત કરે છે.
ઉનાળામાં માનસિક રોગોમાં કેટલો વધારો નોંધાય છે ?
શહેરના ક્લિનિકલ કાઉન્સિલર મિત્તલ ગજજરે જણાવ્યું હતું કે, વધતી ગરમીને કારણે એન્ગઝાયટી અને ડિપ્રેશન જેવાં માનસિક રોગોમાં ૧૦% થી ૨૫% સુધી વધારો જોવા મળે છે. જ્યારે ગુસ્સા અને અકળાણ અને ચિડિયાપણામાં ૧૫થી ૨૦% સુધી વધારો નોંધાય છે. દરેક ૧ સેલ્સિયશ ડીગ્રી તાપમાન વધે તેમ માનસિક તણાવમાં પણ વધારો થાય છે. ગરમીમાં શરીરમાં પાણીની અછતથી ડિહાઈડ્રેશન થાય છે, જે સીધી રીતે મુડ પર અસર કરે છે. જેનાથી માથાનો દુખાવો, થાક, એકાગ્રતા ઘટવાની સાથે ચીડિયાપણું વધે છે.
કઈ બીમારીઓનું જોખમ વધી શકે?
હીટસ્ટ્રોક - ગંભીર અને જીવલેણ હાયપરટેન્શન - બ્લડપ્રેશર અસંતુલિત કોલેસ્ટ્રોલ વધે. પેટના ઈન્ફેક્શન પેનિક એટેક્સ અને સ્લીપ ડિસઓર્ડર ડિપ્રેશન, સ્ટ્રેસ, ચિડિયાપણું બાયપોલાર ડિસઓર્ડર, મૂડ સ્વિંગ્સ સ્કિઝોફ્રેનિયાના દર્દીઓમાં લક્ષણો વધી શકે છે
પિત્તદોષ વધતા અસર મન અને મગજ પર થાય
આયુર્વેદમાં મન અને શરીરને એકબીજા સાથે જોડાયેલાં માનવામાં આવ્યા છે. ઉનાળામાં શરીરમાં પિત્ત વધવાથી વ્યક્તિને ચીડિયાપણું, ગુસ્સો, બેચેની, ઊંઘમાં ખલેલ, માનસિક અશાંતિ જેવી સમસ્યાઓ થાય છે, તેવું આયુર્વેદાચાર્ય ડો. કમલદત્ત વૈદ્યએ કહ્યું હતું.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
