<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

દિવાળીએ ગુજરાતથી ઉ.ભારત તરફ 22 સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ભીડને પહોંચી વળવા ૧૧૬ ફેરા લગાવાશેઃ ખાસ આયોજન

નવી દિલ્‍હીઃ દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતાં ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીય પરિવારોમાં વતન જવાની તૈયારીઓ તેજ બની ગઈ છે. ઉત્તર પ્રદેશ તરફ જતા મુસાફરોનો ભારે ધસારો વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ગુજરાત સાથે જોડાયેલી 11 જોડી અર્થાત્ 22 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 આ વિશેષ ટ્રેનો આગામી 1 ઓક્ટોબરથી 1 ડિસેમ્બરવચ્ચે વિવિધ તારીખો પર કુલ 113 જેટલા ફેરા મારશે, જેથી મુસાફરોને વતન જવા માટે વધારાનો વિકલ્પ મળી રહે.

ઓનલાઇન બુકિંગમાં 200 થી વધુનું વેટિંગ
ઓનલાઇન ટિકિટ બુકિંગમાં 200 થી વધુનું વેટિંગ લિસ્ટ જોવા મળ્યા બાદ રેલવે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ ટ્રેનો મોટેભાગે કાનપુર, આગ્રા, પ્રયાગરાજ અને સુબેદારગંજ સહિતના મહત્ત્વપૂર્ણ શહેરો તરફ દોડશે.

(2:06 PM IST)