તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
યુપીમાં ૨૦૨૭ ની ચૂંટણીનો ધમાકો: ૫,૦૦૦ થી વધુ EVM મશીનોનું ચેકિંગ કરવા ૧૨ નિષ્ણાત એન્જિનિયરો કાનપુર પહોંચ્યા, ૧૫ દિવસ ચાલશે કડક ઓડિટ!
ચૂંટણી પંચના અંડર સેક્રેટરી કનિષ્ક કુમારની સીધી દેખરેખ હેઠળ FLC પ્રક્રિયા શરૂ: ૭ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં લાઈવ-સ્ટ્રીમિંગ સાથે જૂનો ડેટા ડિલીટ કરી મશીનો સીલ કરાશે

કાનપુર : ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય બાકી છે, પરંતુ ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા અત્યારથી જ વહીવટી અને ટેકનિકલ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને ખામીરહિત બનાવવાના ભાગરૂપે કાનપુરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT ના પ્રથમ સ્તરના ચેકિંગ (FLC - First Level Checking) ની કામગીરી ગુરુવારથી ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. આ ખાસ પ્રક્રિયા માટે બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના ૧૨ તજજ્ઞ એન્જિનિયરોની વિશેષ ટીમ કાનપુર પહોંચી ગઈ છે.
કાનપુર જિલ્લાના ૧૦ વિધાનસભા મતવિસ્તારોના ૩,૭૩૬ મતદાન બૂથ માટે કુલ ૫,૪૧૭ EVM મશીનોનું ટેકનિકલ ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કામગીરી આગામી ૧૫ દિવસ સુધી સતત ચાલશે. સમગ્ર પ્રક્રિયાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હીથી ચૂંટણી પંચના અંડર સેક્રેટરી કનિષ્ક કુમાર પોતે કાનપુર પહોંચ્યા છે અને તેઓ ત્રણ દિવસ રોકાઈને પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. આ સિવાય, સમગ્ર FLC પ્રક્રિયાનું દિલ્હી અને લખનૌ સ્થિત ચૂંટણી પંચની મુખ્ય કચેરીઓ ખાતેથી સખત સુરક્ષા વચ્ચે લાઈવ-સ્ટ્રીમિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પંચના સ્થાપિત પ્રોટોકોલ મુજબ, આ ટેકનિકલ ચેકિંગ માન્ય ધરાવતા ૭ રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. એન્જિનિયરોની ટીમ દ્વારા તમામ મશીનોમાંથી અગાઉની ચૂંટણીઓનો જૂનો ડેટા સંપૂર્ણપણે સાફ (ફોર્મેટ) કરવામાં આવી રહ્યો છે અને દરેક મશીનની ભૌતિક તેમજ કાર્યાત્મક ક્ષમતા ચકાસવામાં આવી રહી છે. તપાસ બાદ કાર્યરત મશીનોને સુરક્ષિત રીતે સીલ કરીને કડક ચોકીપહેરા હેઠળ સ્ટોંગરૂમમાં રાખવામાં આવશે. સહાયક જિલ્લા ચૂંટણી અધિકારી અજય કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વગર પાસ કે પરવાનગી વિના FLC વિસ્તારમાં કોઈને પણ પ્રવેશ આપવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
