હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૦૭માં સચિન, દ્રવિડ અને ગાંગુલીએ T20 વર્લ્ડ કપને ‘મૂર્ખામીભરી રમત' કહી રમવાની ચોખ્ખી ના પાડી દીધી'તી!
IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીનો ધડાકોઃ BCCIએ મજબૂરીમાં ધોનીના નેતળત્વમાં યુવા ટીમ મોકલવી પડી હતી : ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં સિનિયર ખેલાડીઓએ થાકનું બહાનું કાઢી નવું ફોર્મેટ રમવાનો ઇનકાર કર્યો

મુંબઈ, તા.૪: IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ ANI સાથેના ઇન્ટરવ્યુમાં એક મોટો ખુલાસો કર્યો છે કે ૨૦૦૭ના પ્રથમ T૨૦ વર્લ્ડ કપ પહેલાં તેઓ વ્યક્તિગત રીતે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. તેમણે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી જેવા સિનિયર ખેલાડીઓને આ ટૂર્નામેન્ટ રમવા માટે ખાસ વિનંતી કરી હતી. જોકે, આ દિગ્ગજ ખેલાડીઓએ T૨૦ ફોર્મેટને માત્ર એક મૂર્ખામીભરી રમત ગણાવીને ફગાવી દીધી હતી અને લાંબા ઇંગ્લેન્ડ પ્રવાસ પછી પરિવાર સાથે સમય વિતાવવાનું કહી રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સિનિયર સ્ટાર્સના નકારાત્મક વલણને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે મુખ્ય ટીમ મોકલવાનો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પરિણામે, બોર્ડે મજબૂરીમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતળત્વ હેઠળ તદ્દન યુવા અને બિનઅનુભવી ખેલાડીઓની નવી ટીમ દક્ષિણ આફ્રિકા મોકલવી પડી હતી. આ ટીમમાં સેહવાગ, યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓ સામેલ હતા. લલિત મોદીએ આヘર્ય વ્યક્ત કરતા કહ્યું કે આજે T૨૦ ક્રિકેટે વનડે અને ટેસ્ટને પાછળ છોડી દીધું છે, પરંતુ તે સમયે સિનિયરોને અંદાજ નહોતો કે આ રમત આખા વિશ્વમાં રાજ કરશે. લલિત મોદીએ આજના ક્રિકેટના સંદર્ભે સવાલ ઉઠાવતા કહ્યું કે આજના સમયમાં આવી ઘટના અકલ્પ્ય છે, કારણ કે ચાહકો કે બોર્ડ કયારેય મુખ્ય ખેલાડીઓ વિનાની B ટીમ વર્લ્ડ કપમાં મોકલવાનો નિર્ણય સ્વીકારે નહીં અને દેશભરમાં હોબાળો મચી જાય. રસપ્રદ વાત એ છે કે, જે ટીમને સિનિયરોએ નકારી કાઢી હતી, તે જ ધોનીની યુવા બ્રિગેડે ૨૦૦૭માં પાકિસ્તાનને હરાવીને પ્રથમ T૨૦ વર્લ્ડ કપ જીત્યો અને ભારતમાં T૨૦ ક્રિકેટ તેમજ IPLના સુવર્ણ યુગના પાયા નંખાયા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
