<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ઉધમપુર એન્‍કાઉન્‍ટરમાં ૨ આતંકવાદીઓ માર્યા ગયા

જમ્‍મુ અને કાશ્‍મીરઃ હથિયારો અને દારૂગોળો જપ્ત

શ્રીનગરઃ તા.૧૭: જમ્‍મુ અને કાશ્‍મીરના ઉધમપુરમાં એક એન્‍કાઉન્‍ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. મજલ્‍ટાના સોહન વિસ્‍તારમાં શંકાસ્‍પદ પ્રવૃત્તિઓની માહિતી મળ્‍યા બાદ, સુરક્ષા દળોએ ગઈકાલે રાત્રે એક મોટું કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કર્યું.

અહેવાલો અનુસાર, આજે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન બે મૃતદેહ મળી આવ્‍યા હતા. આ વિદેશી આતંકવાદીઓ હોવાનું માનવામાં આવે છે, જે સંભવતઃ જૈશ-એ-મોહમ્‍મદ સાથે સંકળાયેલા હોઈ શકે છે. સુરક્ષા દળોએ વિસ્‍તારમાંથી કેટલાક શષો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો.

આ સેના, રાષ્ટ્રીય રાઇફલ્‍સ અને સ્‍પેશિયલ પેરા ફોર્સ વચ્‍ચેનું સંયુક્‍ત ઓપરેશન હતું, જેમાં જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે પણ સુરક્ષા દળોને મદદ કરી હતી. એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હવે કરવામાં આવી રહી છે.

(1:20 PM IST)