તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 27th July 2026
ઓક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યાના ત્રણ જ મહિના પછી ૧૮ માળનો ટાવર નમવા લાગ્યો
૬૦ મીટર ઊંચો ટાવર લગભગ ૨૦૦ મિલીમીટર નમી ગયોઃ હાલમાં એમાં કોઈ તકલીફ થાય એમ નથી, પણ પંદરથી ૨૦ વર્ષ પછી એ તૂટી પડવાનો ભય હોવાથી બિલ્ડર અત્યારે જ એ તોડીને નવેસરથી કન્સ્ટ્રક્શન કરશે

બેન્ગલોર,તા.૨૭: ગ્રેટર બેન્ગલોર ઑથોરિટી દ્વારા રહેવા માટે સલામત હોવાનું દર્શાવતું ઑક્યુપન્સી સર્ટિફિકેટ (OC) આપ્યાના ૩ મહિના પછી બેન્ગલોરના SNN રાજ ઍટર્નિયા સોસાયટીમાં ૧૮ માળનો ટાવર નમેલો હોવાનું જાણવા મળ્યું હતું. ૪ વર્ષના બાંધકામ પછી પૂરા થયેલા આ ટાવરમાં ૪૯ ફલેટ બાંધવામાં આવ્યા છે અને એ ખરીદનારાઓને પઝેશન આપવામાં આવનારું હતું, પણ ડેવલપરે પણ ટાવર નમેલો હોવાનું ઓળખ્યા પછી તેણે હેન્ડઓવર પ્રક્રિયા અટકાવી દીધી હતી અને હવે એને ૬ મહિનામાં તોડી પાડવામાં આવશે. નોએડામાં સુપરટેક ટ્વિન ટાવર્સને નિયંત્રિત રીતે તોડી પાડવાની કામગીરી કરનારી કંપની એડિફાઇસ એન્જિનિયરિગને આ કામ સોંપવામાં આવ્યું છે
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
