તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
અમરેલી-ભાવનગર-બોટાદ જીલ્લામાં ૧ થી ૮ ઇંચ વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી મેઘકૃપાઃ કાચુ સોનુ વરસતા ખેડુતોમાં હરખની હેલી : કુંકાવાવ-વડીયામાં સાડા ૮, બગસરા ૬, વલ્લભીપુર-શિહોર-બોટાદ ૪, કાલાવડ ભાવનગર, ગઢડા, રાણપુર, બરવાળામાં ૩ ઇંચ વરસ્યોઃ સાર્વત્રિક વરસાદના મંડાણ

ભાવનગર-ધોરાજીમાં પડેલ વરસાદના દ્રશ્યો તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા., ર૪: મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં બહબહાટી બોલાવ્યા બાદ હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ કૃપા વરસાવવાનું શરૂ થતા સર્વત્ર હરખની હેલી છવાઇ છે.
અમરેલી, ભવનગર, બોટાદ જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહયા છે. કુકાવાવ-વડીયામાં ર કલાકમાં ૬ ઇંચ વરસાદ સાથે કાલે સાંજથી આજે સવાર સુધીમાં સાડા ૮ ઇંચ વરસાદ પડયો છે.
જયારે બગસરામાં ૬ ઇંચ, ભાવનગર જીલ્લાના વલ્લભીપુર અને સિંહોરમાં ૪ ઇંચ, ભાવનગર શહેરમાં ૩ ઇંચ, બોટાદ જિલ્લાના બોટાદ શહેરમાં ૪ ઇંચ અને ગઢડા રાણપુર તથા બરવાળામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૪
જુનાગઢ શહેર, જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થતા ગીરનાર પર વધુ ૧ ઇંચ અને ભેસાણ તાલુકામાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ સહિત સોરઠમાં ગઈકાલથી ધીમીધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. વહેલી સવારે પણ મેઘરાજા મુકામ યથાવત રાખ્યો હતો.
જુનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ હતી. ગિરનાર પર્વત પરપોટા સવારથી મેઘરાજા જમાવટ કરતા શરૂઆતના બે કલાકમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આવી જ રીતે ભેસાણ તાલુકામાં પણ અડધો ઈંચ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૧.ર ડીગ્રી, લઘુતમ ર૪.પ ડીગ્રી, ભેજ ૯૬ ટકા, પવનની ઝડપ ૧ર.૮ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : સમગ્ર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.મેઘરાજાએ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાજરી પુરાવી હતી, જેમાં વલ્લભીપુર અને સિહોર તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં સારા વરસાદથી ખરીફ પાક માટે ઉજરૂ ચિત્ર તૈયાર થયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગોહિલવાડ પંથકમાં ચોમાસુ શરૂ થયા બાદ પહેલીવાર શહેર અને જિલ્લાના તમામ તાલુકામાં એક સાથે વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લામાં એક ઇંચ થી ચાર ઈચ થી વધુ વરસાદ પડ્યો છે. આજે પણ વરસાદની આગાહી છે.
આજે શુક્રવારે પણ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને જિલ્લાની શાળા કોલેજોમાં કલેકટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે .
ભાવનગર શહેરના ભરતનગર શાકમાર્કેટ નજીક વરસાદ દરમિયાન એક વળક્ષ ધરાશાય થયું હતું. જ્યારે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
ભાવનગર શહેરના બોર તળાવ (ગૌરીશંકર સરોવર) માં ત્રણ ઇંચ પાણીની આવક થઈ છે. બોર તળાવ ની સપાટી ૩૨ ફૂટે પહોંચી છે.
ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવ્યા છે.
ધોરાજી
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધોરાજીમાં નોંધાયો છે ત્યારે ધોરાજીમાં આજે સવારના આઠ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાતા કુલ સિઝનનો વરસાદ ૧૪ ઇંચ જેવું થઈ ગયો છે.
ધોરાજી પંથકમાં સારો વરસાદ અને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે વાવણી થઈ ગયા પછી વરસાદ આવતા ખેડૂતો પણ ખુશ થયા જોવા મળી રહ્યા છે.
હાલમાં ધીમીધારે વરસાદને કારણે શહેરમાં કોઈ જગ્યાએ મુશ્કેલી ઊભી થઈ નથી તેમજ આ વિસ્તારના તમામ ચેક ડેમો પણ ઓવર ફ્લો થઈ ગયા છે.
છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
ભાવનગર
વલ્લભીપુર ૧૦૯ મી.મી.
ઉમરાળા ૬૫ મી.મી.
ભાવનગર ૭૬ મી.મી.
ઘોઘા ૩૬ મી.મી.
શિહોર ૧૦૦ મી.મી.
ગારીયાધાર ૩૨ મી.મી.
પાલીતાણા ૨૯ મી.મી.
તળાજા ૨૨ મી.મી.
મહુવા ૩૦ મી.મી.
જેશર ૨૩ મી.મી.
અમરેલી
કુંકાવાવ- વડિયા ૨૧૫ મી.મી.
બાબરા ૮૩ મી.મી.
લાઠી ૫૬ મી.મી.
લીલીયા ૫૦ મી.મી.
અમરેલી ૮૬ મી.મી.
બગસરા ૧૪૩ મી.મી.
ધારી ૪૩ મી.મી.
સાવરકુંડલા ૪૧ મી.મી.
ખાંભા ૨૪ મી.મી.
જાફરાબાદ ૫ મી.મી.
રાજુલા ૨૭ મી.મી.
બોટાદ
બોટાદ ૯૯ મી.મી.
ગઢડા ૬૯ મી.મી.
રાણપુર ૬૩ મી.મી.
બરવાળા ૭૯ મી.મી.
જુનાગઢ
માણાવદર ૭ મી.મી.
વંથલી ૭ મી.મી.
જુનાગઢ ૨૫ મી.મી.
ભેંસાણ ૩૯ મી.મી.
વિસાવદર ૬૫ મી.મી.
મેંદરડા ૬ મી.મી.
કેશોદ ૨૫ મી.મી.
માંગરોળ ૪ મી.મી.
માળીયાહાટીના ૮ મી.મી.
ગીર સોમનાથ
ગીરગઢડા ૨ મી.મી.
તાલાલા ૩ મી.મી.
સુત્રાપાડા ૨ મી.મી.
કોડીનાર ૨ મી.મી.
ઉના ૧૪ મી.મી.
જામનગર
જામનગર ૩૮ મી.મી.
જોડિયા ૫૦ મી.મી.
ધ્રોલ ૬૩ મી.મી.
કાલાવડ ૭૨ મી.મી.
લાલપુર ૧૬ મી.મી.
જામજોધપુર ૬ મી.મી.
દેવભુમી દ્વારકા
ઓખામંડળ ૯ મી.મી.
ખંભાળીયા ૩૯ મી.મી.
કલ્યાણપુર ૧૨ મી.મી.
ભાણવડ ૪૫ મી.મી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
