તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
૧૭મીથી સૂર્યની કસોટી, શનિના કર્મનો હિસાબ થશે શરૂ
સૂર્યનો તુલામાં પ્રવેશ અને મંગળની દ્રષ્ટિ, વક્રી બુધ, શુક્ર અને શનિની કર્મકસોટીથી વળાંકો

મુંબઈ,તા.૧૫: ૧૭ ઓક્ટોબર ગૃહોના રાજા સૂર્ય પરમ નીચે થવા જઈ રહ્યા છે. અન્ય મહોની સ્થિતિ પણ એ રીતે સર્જાઈ રહી છે કે, સૂર્ય પર ચોતરફી આક્રમણ સર્જાય.
એક તો સૂર્ય-શનિનો પડાષ્ટક બનશે. અને આ યોગ જયારે ૬, ૮ કે ૧૨માં સ્થાનો પર બને તો વધુ ખરાબ હોય છે. બીજુ એ કે, કર્કના નીચ મંગળની ચોથી દ્રષ્ટિ સૂર્ય પર પડશે, જે સારી નથી હોતી. ત્રીજું તેના તેના પર રાહૂની નવમી દ્રષ્ટિ પણ પડશે. આ રીતે ગ્રહોના રાજા સૂર્ય પર ચારે તરફથી આક્રમણ થવા જઈ રહ્યું છે. જેની વ્યાપક અસરો દેશ-દુનિયા તેમજ વ્યક્તિગત જીવન પર પડી શકે છે.
વૈદિક જ્યોતિષમાં સૂર્યને સત્તા, શાસન, નેતૃત્વ, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, પિતા, રાજ્ય અને નિર્ણયશક્તિનો ક્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે. હવે આ દિવસથી શરૂ થતાં સંજોગોને તબક્કાવાર જોઈએ તો. ૧૭ ઓક્ટોબરે રાત્રે ૭.૫૭ કલાકે સૂર્ય કન્યામાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. સત્તાને આ દિવસોમાં સમાધાન, ભાગીદારી, લોકમત અને પરિસ્થિતિ સાથે સતત સંતુલન સાધવું પડે એવો સમય આ કહેવાય છે. કર્ક મંગળ રાશિમાં નિચસ્થ હોય છે ત્યાંથી તેની ચતુર્થ વિશેષ દ્રષ્ટિ તુલા રાશિ પર પડે છે. આ સંયોગને જ્યોતિષીય પરિણામ તરીકે જોવામાં આવે તો, સરકારના કડક નિર્ણયો, સીમા અથવા સુરક્ષા સંબંધિત તણાવ, રાજકીય ભાષામાં આક્રમક્તા જેવી બાબતો મહત્વની બની શકે છે. આ સાથે ૨૪ ઓક્ટોબરથી વધુ એક મહત્વનો સંયોગ સર્જાય છે, બુધનું તુલા રાશિમાં જ વકી થવું. જેનાથી ખોટી માહિતી, નિવેદનોના ખોટા અર્થઘટન, રાજકીય નિવેદનોથી વિવાદ ઊભો થવાની શક્યતા વધશે. મોટો વળાંક ત્યારબાદ ૩૧ ઓક્ટોબરે થશે જ્યાં ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક છોડીને સિહમાં પ્રવેશ કરશે અને કેતુ સાથે યુતિ સર્જશે. ગૃહોના આ ફેરફારને જ્યોતિષીય વ્યાખ્યામાં કહીએ તો, ૧૭થી ૩૦ ઓક્ટોબર સત્તા સામે દબાણ અને ૩૧ ઓક્ટોબરથી સત્તાની દિશા બદલાવાની શરૂઆત. જયોતિષની ભાષામાં સંકટ એટલે હંમેશા વિનાશ નહીં ઘણી વખત એ જૂની વ્યવસ્થા તોડીને નવી વ્યવસ્થાનું નિર્માણ પણ હોય છે.
૧૨ રાશિના લોકોના જીવન પર અસર
મેષઃ લગ્નજીવનમાં અહંકાર ટાળવો. મિલકત સંબંધિત ખર્ચ
વૃષભઃ નોકરીમાં જવાબદારી વધે, નજીકના સંબંધોમાં મતભેદ મિથુન સર્જનાત્મક ક્ષેત્રે નવી તક, સંતાન અંગે પ્રગતિ
કર્કઃ મિલકત અંગે મોટો નિર્ણય, માતાના આરાધ અંગે ધ્યાન આપવું
સિંહઃ અહંકાર અને ઉતાવળથી નુકશાન જવાબદારીઓ વધે
કન્યાઃ પૈસા અંગે મહત્વનો નિર્ણય, બોલેલા શબ્દોથી વિવાદ ઊભો થાય
તુલાઃ આત્મવિશ્વાસમાં ઉતાર-ચડાવ, દરેક નિર્ણયમાં બે વાર વિચારવું પડે
વૃશ્વિકઃ નાણાકીય દસ્તાવેજોમાં સાવચેતી, જની ગુપ્ત બાબતોથી સાવચેત રહેવું
ધનઃ ઘર અને કારકિર્દી સાથે સંતુલન જરૂરી, જૂના સંપર્કથી લાભની આશા
મકરઃ જાહેર પ્રતિષ્ઠા જાળવવી, મોટું નિવેદન વિચાર્યા વગર કરવાથી દૂર રહેવું
કુંભઃ જૂની માન્યતા સામે પ્રશ્નો ઊભા થાય, પિતા-ગુરુ સાથે મતભેદ ટાળવા
મીનઃ સ્વાસ્થ્યમાં નિયમિતતા જરૂરી જૂની નાણાકીય બાબતોનો ઉકેલ મેળવી શકો.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
