<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

૧૫ લાખ પાકિસ્‍તાની બાળકો ઓનલાઈન જાતીય દુરાચારનો ભોગ

યુનિસેફ ‘એકપાટ' ઈન્‍ટરનેશનલ અને ઇન્‍ટરપોલના સંયુક્‍ત અભ્‍યાસનું તારણ

ઈસ્‍લામબાદ,તા.૧૫: ઈન્‍ટરનેટનો ઉપયોગ કરતા લગભગ દોઢ લાખ પાકિસ્‍તાની બાળકોએ એક વર્ષમાં ટેકનોલોજીએ સુવિધારૂપ બનાવેલા જાતીય શોષણ અથવા દુરૂપયોગના ઓછામાં ઓછા એક સ્‍વરૂપનો અનુભવ કર્યો છે.

યુનિસેફ, એકપાટ(એન્‍ડ ચાઈલ્‍ડ પ્રોસિક્‍યુશન, ચાઈલ્‍ડ પોર્નોગ્રાફી એન્‍ડ ટ્રાફિકિગ ઓફ ચિલ્‍ડ્રન ફોર સેક્‍સ્‍યુઅલ પર્પઝિસ) ઈન્‍ટરનેશનલ અને ઈન્‍ટરપોલ દ્વારા સપ્‍ટેમ્‍બરમાં સંયુક્‍તપણે પ્રસિધ્‍ધ કરાયેલા એક અભ્‍યાસમાં આમ જણાવીને એ જાણકારીને પડકારાઈ છે કે ઓનલાઈન દુરાચાર પાછળ અજાણ્‍યાઓ રહેલા હોય! છે, એમ 'ડોન' અખબારમાં જણાવાયું છે. બાળકોએ જણાવેલા લગભગ ૮૫ ટકા કિસ્‍સાઓમાં જાણકાર વ્‍યક્‍તિઓ જ દોષિત હતી. દુરાચારના ૪૪ ટકા બનાવો માટે સોશ્‍યલ મીડિયા જવાબદાર રહ્યું.

પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટને વાપરતા ૧૨ થી ૧૭ વર્ષની ઉંમરના ૧૬ બાળકો પૈકી એક બાળકે એક વર્ષમાં ટેકનોલોજી દ્વારા સુવિધારૂપ બનેલા જાતીય શોષણ અથવા દુરાચારના ઓછામાં ઓછા એક સ્‍વરૂપનો અનુભવ કર્યો છે. આવાં ‘‘અનુભવી' લગભગ ૧૫ લાખ બાળકો પાકિસ્‍તાનમાં છે. ઘર-પરિવારના ડર, કલંક તથા સંભવિત પ્રતિકૂળ પ્રતિભાવની લાગણી, બાળકોને દુષ્‍કર્મના કિસ્‍સાઓમાં મદદ માગતા રોકે છે

(9:51 AM IST)