News of Monday, 26th October 2026
૧૨મું બ્રિક્સ સંસદીય શિખર સંમેલન આજથી દિલ્હીમાં: પીએમ મોદી હાજરી આપશે
બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના સંસદીય નેતાઓ સંસદીય સહયોગને મજબૂત બનાવવા અને લોકો-કેન્દ્રિત વિકાસ પર ચર્ચા કરવા માટે અહીં ભેગા થશે

નવી દિલ્હી તા.૨૬: ૧૨મું બ્રિક્સ સંસદીય મંચ આજે સંસદ ભવનના સંકુલમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં શરૂ થશે. બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના સંસદીય નેતાઓ સંસદીય સહયોગને મજબૂત બનાવવા અને લોકો-કેન્દ્રિત વિકાસ પર ચર્ચા કરવા માટે અહીં ભેગા થશે. આ બે દિવસીય કાર્યક્રમ ૨૬ અને ૨૭ ઓક્ટોબરના રોજ યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ દેશોના પ્રતિનિધિમંડળોના નેતાઓ સાથે મુલાકાત કરશે.
રશિયન રાજ્ય ડુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિન ભારત પહોંચ્યા છે. તેમણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી. આ બેઠક દરમિયાન, ભારત અને રશિયાના સંસદીય પ્રતિનિધિમંડળોએ વૈશ્વિક પ્લેટફોર્મ પર સહયોગ મજબૂત કરવા અને આતંકવાદ સામે લડવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ભારતીય સંસદ અને ૧.૪ અબજ ભારતીયો વતી વોલોડિન અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરતા, બિરલાએ ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને લાંબા સમયથી ચાલતી મિત્રતાની નોંધ લીધી, જે પરસ્પર વિશ્વાસ, આદર અને સહિયારી આકાંક્ષાઓ પર આધારિત છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
ઓમ બિરલાએ ભારતની આતંકવાદ સામેની લડાઈમાં રશિયાના સતત સમર્થનની પ્રશંસા કરી અને ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ખતરાનો સામનો કરવા માટે એકતા અને દ્રઢ નિヘય દર્શાવવો જોઈએ. તેમણે ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદ સામે એકતા દર્શાવવી જોઈએ અને વૈશ્વિક શાંતિ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
ભારત અને રશિયા ૨૦૨૭ માં રાજદ્વારી સંબંધોના ૮૦ વર્ષની ઉજવણી કરશે તે નોંધતા, ઓમ બિરલાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વમાં ભારત-રશિયા ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થઈ છે. ગુરુવારે સંસદ ભવનમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ મંચ ભારતના સંસદીય રાજદ્વારીના ઇતિહાસમાં એક નવો અધ્યાય છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ માહિતી આપી હતી કે આ કાર્યક્રમમાં બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના પ્રિસાઇડિગ અધિકારીઓ અને સંસદીય નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, રાજ્ય વિધાનસભાઓના પ્રિસાઇડિંગ અધિકારીઓ અને સાંસદો હાજરી આપશે. કાર્યક્રમના મુખ્ય વિષય પર પ્રકાશ પાડતા બિરલાએ જણાવ્યું હતું કે આ મંચ ૅલોક-કેન્દ્રિત વિકાસ માટે સંસદનું સશક્તિકરણૅ પર ચર્ચા કરશે. તે લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓના આધારે વિકાસને આગળ વધારવામાં સંસદીય સંસ્થાઓની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
