તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
૧૨૦ કિલોમીટરની વાવાઝોડું ત્રાટકયું : ઇટાલીનું ફોર્લી વિમાનમથક ધણધણ્યુંઃ પાર્ક કરેલા બે વિમાન ઊંધા વળ્યા: અરાઈવલ ભવનના છાપરાનો ભાગ ઉડી ગયો

ફોર્લી, તા. ૨૪ : ઇટાલીના એમિલિયા–રોમાન્યા પ્રાંતના ફોર્લી શહેરમાં શુક્રવારે ત્રાટકેલા ભારે વરસાદ અને તોફાની પવને વ્યાપક નુકસાન સર્જ્યું હતું. શહેરના ‘લુઇજી રિડોલ્ફી’ વિમાનમથક વિસ્તારમાં પવનની ઝડપ આશરે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
ભારે પવનને કારણે વિમાનમથકના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલાં ત્રણ હળવા વિમાન પોતાની જગ્યાએથી ખસ્યાં હતાં. તેમાંથી વિમાનચાલક તાલીમ માટે વપરાતાં બે નાનાં વિમાન પલટી મારી ગયાં હતાં. ઉડ્ડયન ક્ષેત્રના અહેવાલ મુજબ પલટાયેલાં વિમાનોમાં ‘સેસ્ના–૧૭૨ સ્કાયહોક’ અને ‘ટેકનામ પી–૨૦૦૮ જેસી’નો સમાવેશ થાય છે. પવનના પ્રચંડ ઝાપટાથી વિમાનમથકના આગમન ભવનના છાપરાનો કેટલોક ભાગ ઊખડી ગયો હતો. સલામતીના કારણોસર વિમાનમથકને બંધ રાખવામાં આવ્યું હતું. સાંજે ૫:૨૦ વાગ્યે વિમાનમથક સંચાલને સત્તાવાર જાણકારી આપી હતી કે વિમાનમથક ફરી ખુલ્લું મુકાયું છે.
તોફાનથી શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થતાં એક ડઝનથી વધુ રસ્તા બંધ કરવા પડ્યા હતા.
(8:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
