તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ગાયના તેરમા પર ૧૧ ગામોને આમંત્રણ અપાયું અને ૬૫૦ કિલો રસગુલ્લાનો પ્રસાદ વહેંચાયો

સોનીપત,તા.૧૮: હરિયાણાના સોનીપત જિલ્લાના તિહાડ ખુર્દ ગામમાં મંજિત નામના ભાઈને ત્યાં ‘નંદિની' નામની એક ગાય મૃત્યુ પામી. ૭ જુલાઈએ મૃત્યુ પામેલી પ્રિય ગાયના અંતિમ સંસ્કાર પૂરા વિધિવિધાન સાથે થયા અને પછી તેરમાની ધાર્મિક પરંપરામાં ૧૧ ગામોના લોકોને ભોજન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. હવન-યજ્ઞ, ગૌ-આરતીની સાથે ૧૧ ગામોના લોકો માટે મહાભોજ-સમારંભ રાખવામાં આવ્યો જેમાં પૂરી-સબ્ઝીની સાથે રસગુલ્લાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. પરિવારજનોનું કહેવું છે કે નંદિનીને હલવા-પૂરી પસંદ નહોતાં એટલે ભંડારામાં હલવો બનાવવાને બદલે રસગુલ્લા રાખવામાં આવ્યા હતા. તમામ ગ્રામજનોને પૂરાં પડી રહે એ માટે ૬૫૦ કિલો રસગુલ્લા વહેંચવામાં આવ્યા હતા. નંદિની ૧૮ વર્ષથી આ પરિવાર સાથે હતી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
