તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ફ્રાન્સમાં પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 11 લોકોના મોત: અનેક લોકો ઇજાગ્રસ્ત
સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો દ્વારા ઘટના સ્થળે રાહત કામગીરી હાથ ધરવામાં આવી

ફ્રાન્સમાં એક ખૂબ જ દુખદ અને મોટો હવાઈ અકસ્માત સર્જાયો છે. ફ્રાન્સના નેન્સી શહેર નજીક એક મુસાફર વિમાન અચાનક ક્રેશ થઈને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન ક્રેશ થતાંની સાથે જ તેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. હાલ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો દ્વારા ઘટના સ્થળે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
