તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 22nd June 2026
હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં ૧૦૯૦ લોકોના મોત
બેદરકારીભર્યા ડ્રાઇવિંગે નિર્દોષોના જીવ લીધા : ગુજરાતમાં કુલ અકસ્માતમાં ૧૪ ટકા હિટ એન્ડ રનની ઘટના, મૃત્યુદર ૫૯ ટકાઃ ચિંતાજનક ચિત્ર

નવી દિલ્હી તા.૨૨: ગુજરાતમાં બેદરકારીભર્યા ડ્રાઇવિગના કારણે નિદીષ નાગરિકો રસ્તા પર જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અહેવાલમાં રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો એક ચિંતાજનક ચિતાર સામે આવ્યો છે. આ સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, વાહનચાલકોની ઘોર બેદરકારીને લીધે હિટ એન્ડ રનના કિસ્સા વધ્યા છે. વર્ષ ૨૦૨૪માં જ હિટ એન્ડ રનમાં ૧૦૯૦ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.
રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં થતા કુલ રોડ અકસ્માતોમાં ૧૪ ટકા માત્ર હિટ એન્ડ રનની ઘટનાની છે. આ પ્રકારના અકસ્માતોમાં વાહનચાલક અકસ્માત સજીને પીડિતને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ભાગી છૂટે છે, જેના કારણે ઘાયલોને સમયસર સારવાર મળતી નથી.
ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૪માં હીટ એન્ડ રનના કુલ ૧૯૦૨ ઘટના બની હતી જેમાં ૧૦૯૦ લોકોના મૃત્યુ થયા હતા. ૮૮૩ને ગંભીર ઇજા જ્યારે ૩૪૩ને નાની મોટી ઇજા થઇ હતી.
આ અહેવાલમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, હિટ એન્ડ રનની ઘટનાઓમાં મૃત્યુદર ૫૯ ટ્ટ ટકાથી વધુ છે. આનો સીધો અર્થ એ થાય હીટ એન્ડ રનના ઘાયલ મોટાભાગે મોતને ભેટે છે. ગુજરાતમાં હીટ એન્ડ રનના કિસ્સા ચિતાજનકહદે વધી રહ્યાં છે. નિષ્ણાતોના મતે, સીસીટીવી કેમેરાનું નબળું નેટવર્ક અને રાત્રિના સમયે હાઈવે પર અપૂરતી પોલીસ પેટ્રોલિગને કારણે બેફામ રીતે વાહન હંકારવામાં આવે છે જેના લીધે અકસ્માત કરીને વાહનચાલક સરળતાથી ફરાર થઈ જાય છે. રોડ સેફટી વિભાગે આ ચિંતાજનક સ્થિતિને કાબૂમાં લેવા માટે કડક કાયદાકીય પગલાં અને સઘન ચેકિગની ભલામણ કરી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
