તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
પૂર્વ આફ્રિકાના દેશ જીબૂતીમાં હોડી પલટી જતાં ૧૦૯ લોકોના મોત
૧૧૬ લોકો હજુ પણ લાપતાઃ મૃતકોમાં ૫૨ પુરુષો, ૪૨ મહિલાઓ અને ૧૫ બાળકો

જીબૂતી,તા.૧૨: પૂર્વ આફ્રિકાના દેશ જીબૂતી નજીક એક હોડી પલટી જવાથી ૧૫ બાળકો સહિત ૧૦૯ લોકોના મોતના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. અહેવાલો અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ હોડી દ્વારા લોકો જીબૂતીથી યમન જઈ રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ જીબૂતીમાં દરિયાકાંઠે ૩૦૫ લોકોને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૦૯ લોકોના મોત થયા છે. જ્યારે ૧૧૬ લોકો હજુ પણ લાપતા છે. મૃતકોમાં ૫૨ પુરુષો, ૪૨ મહિલાઓ અને ૧૫ બાળકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન ૮૦ થી વધુ લોકો આ ઘટનામાં બચી ગયા છે. લાપતા લોકોની શોધખોળ માટે હાલમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાંગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે જ્યારે આ હોડી જીબૂતીથી યમન જઈ રહી હતી ત્યારે તે પલટી ગઈ હતી.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઈગ્રેશને જણાવ્યું હતું કે 'હોર્ન ઓફ આફ્રિકા' ના હજારો સ્થળાંતર કરનારાઓ સુરક્ષા અને આર્થિક તકોની શોધમાં જીબુતી થઈને અને બાબ-અલ-મંદેબની સ્ટ્રેટ પાર કરીને ગલ્ફ દેશો તરફ પ્રયાણ કરે છે. યમનમાં હિસા હોવા છતાં આ સ્થળાંતર પ્રક્રિયા ચાલુ છે. જીબુતીમાં ત્બ્પ્ ના મિશન ચીફ એલેક્ઝાન્ડર કોઈસાકે કહ્યું, આમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઉ છે.તેમણે ઉમેર્યું, આ દુર્ઘટના એ જોખમોની કઠોર યાદ અપાવે છે જેનો સામનો આર્થિક તકોની શોધમાં આ સ્થળાંતર માર્ગ પર મુસાફરી કરતા સ્થળાંતર કરનારાઓએ કરવો પડે છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
