તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 11th September 2026
પાકિસ્તાનની નાપાક હિલચાલથી ૧૦૪ શીખ યાત્રાળુઓ અટવાયા: વૈધ વિઝા અને પાસપોર્ટ હોવા છતાં ફૈસલાબાદ એરપોર્ટ પર ભારતીય યાત્રા અટકાવી!
એરપોર્ટ પર જ અચાનક 'NOC' ના નામે પાકિસ્તાની ઇમિગ્રેશન અધિકારીઓએ શ્રદ્ધાળુઓને રોક્યા; ૨ કરોડ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન અને હેમકુંડ સાહિબની યાત્રા અધ્ધરતાલ.

ઈસ્લામાબાદ, તા.૧૧: ઉત્તરાખંડ સ્થિત પવિત્ર શ્રી હેમકુંડ સાહિબના દર્શન માટે ભારત આવવા નીકળેલા ૧૦૪ પાકિસ્તાની શીખ યાત્રાળુઓને પાકિસ્તાન સરકારે એરપોર્ટ પર જ રોકી લેતા ભારે વિવાદ સર્જાયો છે. યાત્રાળુઓ પાસે ભારતીય વિઝા, પાસપોર્ટ અને તમામ જરૂરી કાયદાકીય દસ્તાવેજો ઉપલબ્ધ હોવા છતાં, પાકિસ્તાની ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને આખરી ઘડીએ બોર્ડિંગ પાસ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ન હોવાથી તથા અટારી-વાઘા બોર્ડર બંધ હોવાથી આ શ્રદ્ધાળુઓ ફૈસલાબાદથી શારજાહ થઈને દિલ્હી પહોંચવાના હતા.
એરપોર્ટ પર પહોંચ્યા બાદ અધિકારીઓએ અચાનક તમામ મુસાફરો પાસે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) ની માંગણી કરી હતી, જેને સાંભળીને તમામ યાત્રાળુઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જૂથના નેતા પાપિન્દર સિંહે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે સામાન્ય નાગરિકો છીએ, કોઈ સરકારી અધિકારીઓ નથી કે અમારે NOC ની જરૂર પડે. અમારી પાસે તમામ વૈધ વિઝા અને ટિકિટો હોવા છતાં અમને અટકાવવામાં આવ્યા છે." સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પણ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન સરકારની આ મનસ્વી નીતિ સામે સવાલો ઉઠાવતા જોવા મળી રહ્યા છે.
આ અન્યાયી કાર્યવાહીના કારણે શીખ શ્રદ્ધાળુઓને ભારે આર્થિક અને માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો છે. સમયસર ફ્લાઇટ ન પકડી શકવાના કારણે આ જૂથને ૨ કરોડ પાકિસ્તાની રૂપિયાથી વધુનું સીધું નાણાકીય નુકસાન થયું છે અને તેમની પવિત્ર યાત્રા હવે ભારે અનિશ્ચિતતામાં મુકાઈ ગઈ છે. હાલ આ નિરાશ થયેલા શ્રદ્ધાળુઓએ પાકિસ્તાની સત્તાધીશોને માનવતાના ધોરણે ભારત જવાની મંજૂરી આપવા માટે કરુણ અપીલ કરી છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
