તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 10th October 2026
દિપકે સહિત ૧૦૦૦ની અટકાયતઃ પથ્થરમારો : બે જવાન ઘાયલ
દિલ્હીમાં પોલીસ V/S CJP... CJP નેતા દિપકેને પોલીસે ફલાઈટમાંથી જ ઉઠાવી લીધોઃ ધ્રુવ રાઠી, સૌરભ દાસ, આસુતોષ રાંકાની પણ અટકાયત : જંતરમંતર તથા ત્યાં જતાં માર્ગોની કિલ્લેબંધીઃ CJPના કાર્યકરો દિલ્હી હાટથી જંતરમંતર સુધી માર્ચ યોજી રહ્યાં છેઃ ભારેલોઅગ્નિઃ ૩૦,૦૦૦થી વધુ જવાનો તૈનાત

નવી દિલ્હી, તા.૧૦: દિલ્હીના જંતર-મંતર ખાતે આજરોજ યોજાનાર CJP ના વિરોધ પ્રદર્શન પહેલા જ રાજધાનીમાં ભારે હલચલ મચી ગઈ છે. દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરતા મુંબઈથી દિલ્હી આવેલા CJPના નેતાઓ - અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ સમયે જ અટકાયત કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટની અંદર જ અટકાયતની આ કાર્યવાહી દરમિયાન ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. દિલ્હીમાં સીજેપીના વિરોધ પ્રદર્શનને પગલે સ્થિતિ અત્યંત તંગ અને અસ્થિર બની ગઈ છે. પાર્ટીના નેતાઓ અભિજીત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રંકાની અટકાયત બાદ હવે આંદોલનની કમાન અજિંકય શિંદેએ સંભાળી લીધી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સીજેપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી, જેમાં અભિજીત દીપકે અગાઉથી રેકોર્ડ કરેલા એક વિડીયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે તેમની ગેરહાજરીમાં અજિંકય શિંદે પ્રદર્શનનું નેતળત્વ કરશે. દરમિયાન, વિરોધ પ્રદર્શન દરમિયાન આકાશવાણી ભવન નજીક અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. આ હિંસક અથડામણમાં ફરજ પર તૈનાત બે પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને ઘટનાસ્થળેથી અનેક વિરોધકર્તાઓની સ્થળ પર જ અટકાયત કરી લીધી છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. બીજી તરફ, આ આંદોલન સમર્થન આપવા પહોંચેલા જાણીતા યુટયુબર ધ્રુવ રાઠી સામે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી અને ગુરુગ્રામ પોલીસની સંયુક્ત ટીમે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને દરોડો પાડી તેમની અટકાયત કરી છે. હાલમાં ધ્રુવ રાઠીને સેક્ટર-૩૧ સ્થિત ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાખવામાં આવ્યા છે. જોકે, આ અટકાયત અંગે પોલીસ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સુરક્ષાના કારણોસર ક્રાઇમ બ્રાન્ચની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મુંબઈથી દિલ્હી આવતી ફ્લાઇટ સવારે લગભગ ૧૦:૧૮ વાગ્યે IGI એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ફ્લાઇટ જમીન પર સ્પર્શતાની સાથે જ દિલ્હી પોલીસની એક ખાસ ટીમ, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ હતી, સીધી વિમાનની અંદર પહોંચી ગઈ હતી. વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી ન હોવાથી, પોલીસ અધિકારીઓએ અભિજીત દિપકે અને તેમના સાથીઓને જંતર-મંતર ન જવાની સલાહ આપી હતી. પરંતુ નેતાઓએ આ આદેશ માનવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો.
આ કાર્યવાહી દરમિયાન વિમાનની અંદર જ ઉગ્ર દલીલો થઈ હતી. અભિજીત દિપકેએ ફ્લાઇટમાં મહિલા પોલીસ અધિકારીઓની હાજરી સામે વાંધો ઉઠાવતા સવાલ કર્યો હતો કે, તમે ફ્લાઇટમાં કેવી રીતે પહોંચ્યા? તમારા પુરુષ અધિકારીઓને આગળ મોકલો. મહિલા પોલીસ અધિકારીઓને જોઈને દિપકે ઊભા થઈને હાથ જોડ્યા હતા અને કટાક્ષમાં કહ્યું હતું કે, અંદર આવો, હું ધરપકડ કરવા તૈયાર છું. આ દરમિયાન વિમાનની અંદર જ ભારત માતા કી જય અને ઇન્કિલાબ ઝિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આશુતોષ રંકાએ પણ આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા.
અટકાયત બાદ દિલ્હી પોલીસ ત્રણેય નેતાઓને મીડિયાના કેમેરાથી બચાવીને અજ્ઞાત સ્થળે આવેલા ડિટેન્શન સેન્ટરમાં લઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા કારણોસર ત્રણેય નેતાઓને અલગ-અલગ કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ, CJP દ્વારા આ સમગ્ર કાર્યવાહીને તેમની હિલચાલની સ્વતંત્રતાનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે અને તમામ નેતાઓની તાત્કાલિક તથા બિનશરતી મુક્તિની માંગ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સામે મતદાર યાદીમાં ફેરફાર અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર આ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેને લઈને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
