<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ટ્રમ્‍પની હત્‍યા માટે ૧ કરોડ ડોલરનું ઇનામ જાહેર

જે કોઈ ઇરાકીઓનું લોહી વહેવડાવશે અને તેમને બેઘર બનાવશે તેને શાંતિથી રહેવા દેવામાં આવશે નહીં

તહેરાન,તા.૧૭: યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અને ઈરાન વચ્‍ચે તણાવ સતત વધી રહ્યો છે. દરમિયાન, એક ઇરાકી ઇસ્‍લામિક પ્રતિકાર સંગઠને ટ્રમ્‍પને ઘમંડી અને આક્રમક ગણાવ્‍યા છે. સંગઠને ટ્રમ્‍પની હત્‍યા માટે ૧૦ મિલિયન ડોલર ૮૧ કરોડ ડોલર આશરે (૪ કરોડ રૂપિયા) ઇનામ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્‍યું છે કે જે કોઈ ઇરાકીઓનું લોહી વહેવડાવશે અને તેમને બેઘર બનાવશે, અથવા આપણા નેતાઓને નિશાન બનાવશે.

ઇરાકમાં ઇસ્‍લામિક પ્રતિકાર સંગઠને યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની હત્‍યા માટે આ ઇનામ જાહેર કર્યું છે.  નિવેદનમાં આગળ લખ્‍યું છે, અમેરિકન વહીવટીતંત્રના નૈતિક પતનનો સૌથી મોટો પુરાવો એ છે કે ગુનેગાર ટ્રમ્‍પ, તેના ઘમંડ અને આક્રમકતામાં, શહીદ કમાન્‍ડરો હાજી કાસિમ સુલેમાની અને હાજી અબુ મહદી અલ-મુહાંદિસને નિશાન બનાવી રહ્યા છે.

ઇરાકી સંગઠને જણાવ્‍યું હતું કે, જે કોઈ ઇરાકીઓનું લોહી વહેવડાવશે અને તેમને હાંકી કાઢશે, અથવા અમારા નેતાઓને નિશાન બનાવશે, અથવા અમારા બાળકો, અથવા અમારા વિદ્વાનોને મારી નાખશે - તેને શાંતિથી જીવવા દેશું નહીં.

બીજી બાજુ, અમેરિકા અને ઈરાન વચ્‍ચે લશ્‍કરી સંઘર્ષ સતત તીવ્ર બની રહ્યો છે.  ઈરાની અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, તાજેતરના યુએસ હવાઈ હુમલાઓમાં ૩૫ થી વધુ લોકો માર્યા ગયા છે અને ૩૦૦ થી વધુ ઘાયલ થયા છે.

(11:30 AM IST)