<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

છત્તીસગઢમાં વેદાંત પાવર પ્‍લાન્‍ટમાં બોઈલર ફાટતાં ૧૦ મજૂરોનાં મોત

૧૨ મજૂરોની હાલત ગંભીર, પ્‍લાન્‍ટ બહાર પીડિતોના સ્‍વજનોનો હોબાળો

રાયપુર,તા.૧૫:  છત્તીસગઢના સક્‍તી જિલ્‍લાના વેદાંત પાવર પ્‍લાન્‍ટમાં મંગળવારે બપોરે બોઈલર ફાટતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અત્‍યાર સુધી ૧૦ મજૂરોના મોત થયા છે. જિલ્‍લા પોલીસ વડાના કહેવા અનુસાર, ચાર મજૂરોના મોત ઘટનાસ્‍થળે થયા હતા, જ્‍યારે રાયગઢની જિદલ ફોર્ટિસ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન અન્‍ય ૬ મજૂરોએ દમ તોડ્‍યો હતો. હાલ ૧૨ ઇજાગ્રસ્‍તોની હાલત ગંભીર છે, જેઓ ૮૦ ટકા જેટલા દાઝી ગયા છે.

સિંઘીતરાઈ સ્‍થિત પ્‍લાન્‍ટમાં બપોરે ૨ વાગ્‍યે ટ્‍યુબ ફાટવાને કારણે આ બ્‍લાસ્‍ટ થયો હતો, જેમાં ૩૦ થી ૪૦ મજૂરો દાઝ્‍યા છે. ઘટના બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓ સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. અન્‍ય ૧૧ ઘાયલો ખરસિયાની હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. પ્‍લાન્‍ટની બહાર પરિવારજનોએ હોબાળો મચાવી ઇજાગ્રસ્‍તોને મળવાની માંગ કરી હતી. પરિસ્‍થિતિ સંભાળવા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે. કલેક્‍ટર અમૃત વિકાસ તોપનોએ પણ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મુખ્‍યમંત્રી વિષ્‍ણુદેવ સાયે દુઃખ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે, દુર્ઘટનાની તપાસ કરાશે અને બેદરકારી દાખવનાર કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં.

(10:10 AM IST)