તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
રામમંદિરમાં ૧૧ મહિનામાં સુરક્ષા પાછળ ૧૦ કરોડનો ધુમાડો, છતાં દાનપેટીઓ લૂંટાતી રહી!
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે સનસનાટીભર્યા ખુલાસા SIT તપાસનો ધમધમાટઃ ૮૩ કરોડની આવક સામે કરોડોની ઉચાપતની આશંકા

લખનૈ, તા.૧૮: અયોધ્યાના ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચડાવવામાં આવતા દાનમાં થયેલી કથિત ઉચાપત અને અનિયમિતતાના મામલે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. આ ચકચારી કૌભાંડની તપાસ કરી રહેલી ખાસ તપાસ ટીમના હાથમાં ટ્રસ્ટના કેટલાક એવા નાણાકીય દસ્તાવેજો આવ્યા છે, જેને જોઈને ખુદ તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીના માત્ર ૧૧ મહિનાના ગાળામાં મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા પાછળ આશરે રૂ.૧૦ કરોડ જેટલી માતબર રકમનો ધુમાડો કરવામાં આવ્યો હતો. આટલો મોટો ખર્ચ, અત્યાધુનિક સીસીટીવી કેમેરાનું નેટવર્ક અને ખાનગી સુરક્ષા કર્મચારીઓનો મોટો કાફલો તૈનાત હોવા છતાં, એ જ સમયગાળા દરમિયાન દાનપેટીઓમાંથી નાણાં અને કિંમતી દાગીનાની ચોરીઓ થતી રહી, જે સુરક્ષા એજન્સીઓ અને ટ્રસ્ટના વહીવટ સામે ગંભીર પ્રશ્નાર્થચિホો ખડા કરે છે.
છેલ્લા ત્રણ દિવસથી ડેરાતંબુ નાખીને બેઠેલી SIT આ મામલાને માત્ર સામાન્ય નાણાકીય હેરફેર તરીકે નથી જોઈ રહી, પરંતુ સમગ્ર વહીવટી, વ્યવસ્થાપન અને દેખરેખ પ્રણાલીને આડે હાથ લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દાન એકત્રિત કરવાથી લઈને, તેની ગણતરી કરવા, જાળવણી રાખવા અને બેંકિંગ રિર્પોટિંગ સુધીની આખી પ્રક્રિયામાં કોઈ મોટી પ્રણાલીગત નબળાઈ હતી કે પછી કોઈ આંતરિક વ્યક્તિએ આ ગેરરીતિમાં મુખ્ય સૂત્રધાર તરીકે ભૂમિકા ભજવી છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
આ અહેવાલમાં સૌથી આヘર્યજનક બાબત એ સામે આવી છે કે, આટલી મોટી નાણાકીય ઉચાપત અને ચોરીનો મામલો હોવા છતાં હજુ સુધી સત્તાવાર રીતે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. આ મુદ્દે દેશભરના રામભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમ સિંહે આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મંદિરમાં રોજ લાખો-કરોડો રૂપિયાનું દાન આવે છે, જેમાં સોનું, ચાંદી અને હીરાજડિત દાગીના પણ હોય છે. આ કોઈ સામાન્ય ગુનો નથી પણ એક ગંભીર પાપ છે. મંદિરના સંચાલનમાં પારદર્શિતાનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ૩૦૦-૪૦૦ વર્ષના લાંબા સંઘર્ષ અને બલિદાનો પછી બનેલા આ પવિત્ર ઐતિહાસિક સ્થળ પર જો આવી આડોડાઈ થતી હોય તો તાત્કાલિક ગુનો નોંધીને આ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપી દેવી જોઈએ.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
