<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

સફેદ-કાળાં પેન્‍ગ્‍વિન તો બહુ જોયાં હશે, હવે સાઉથ જ્‍યોર્જિયામાં જોવા મળ્‍યું ગોલ્‍ડન પેન્‍ગ્‍વિન

જ્‍યોર્જિયા,તા.૭: બેલ્‍જિયમના ઍડમ્‍સ નામના એક વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર સાઉથ જ્‍યોર્જિયાના આઇલેન્‍ડ પર પેન્‍ગ્‍વિનની કોલોનીમાં અવનવી તસવીરો લેવા માટે પહોંચ્‍યા હતા, પરંતુ તેમને એક એવું યુનિક દેખાવવાળું પેન્‍ગ્‍વિન જોવા મળ્‍યું જેનું આખું શરીર સફેદ છે અને જ્‍યાં સામાન્‍ય રીતે કાળો ભાગ હોય ત્‍યાં ગોલ્‍ડન રંગ છે. સૂરજનાં કિરણો એ ગોલ્‍ડન રંગ પરથી પરાવર્તિત થતાં પીળો રંગ ચમકી ઊઠે છે. આ પેન્‍ગ્‍વિન સાઉથ જ્‍યોર્જિયા આઇલેન્‍ડના ઍન્‍ટાર્કટિકા પાસેના ભાગમાં મળી આવ્‍યું છે. અહીં હજારોની સંખ્‍યામાં પેન્‍ગ્‍વિનનો કબીલા વસે છે. આ હજારોમાંથી એક ગોલ્‍ડન પેન્‍ગ્‍વિન ખરેખર દુર્લભ છે કેમ કે એના શરીરમાં રંગ આપતા રંજકદ્રવ્‍યો નથી એને કારણે મેડિકલ ભાષામાં એને ઍલ્‍બિનિઝમ કહેવાય છે.

(10:07 AM IST)