તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્કને કલ્પના બહારનો મોટો ફટકો: માત્ર એક જ મહિનામાં સંપત્તિમાંથી ૩૦૮ અબજ ડોલરનું ધોવાણ
ટેસ્લાના શેરોમાં તીવ્ર કડાકો અને વૈશ્વિક બજારોની મંદીથી અબજોપતિની નેટવર્થ તળિયે બેસી ગઈ: અબજોપતિઓની યાદીમાં મોટો ઉલટફેર

નવી દિલ્હી: ટેકનોલોજી અને ઓટોમોબાઈલ ક્ષેત્રના દિગ્ગજ બિઝનેસમેન ઇલોન મસ્કની સંપત્તિમાં છેલ્લા એક મહિના દરમિયાન કલ્પના બહારનો જંગી ઘટાડો નોંધાયો છે; શેરબજારમાં ટેસ્લા કંપનીના શેરોમાં સતત ગાબડાં પડવાને કારણે તેમજ વૈશ્વિક બજારની ભારે મંદીના પરિણામે મસ્કની નેટવર્થમાંથી માત્ર ૩૦ દિવસના ટૂંકા ગાળામાં ૩૦૮ અબજ ડોલર જેટલી મસમોટી રકમ ધોવાઈ ગઈ છે, ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં આવેલો ઘટાડો અને રોકાણકારોના અવિશ્વાસને કારણે શેરબજારમાં મસ્કની સંપત્તિનું ભારે ધોવાણ થતાં વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં પણ મોટી ઉથલપાથલ સર્જાઈ છે, આટલા મોટા આર્થિક ફટકા બાદ ફાઇનાન્સિયલ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
થોડાક જ સપ્તાહમાં તેમની સંપત્તિમાં ૩૦૮ અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ રકમ ભારતીય અબજપતિ મુકેશ અંબાણીની સંપત્તિ કરતા ચાર ગણી છે. મસ્કની સંપત્તિમાં આ મોટા ઘટાડા પાછળ તેમની કંપની સ્પેસએક્સએ જુન મહિનામાં અમેરિકન શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. કંપનીનાં જોરદાર લિસ્ટિંગને કારણે મસ્કની સંપત્તિમાં ઝડપથી વધારો થયો હતો અને તે વિશ્વનાં પ્રથમ ટ્રિલિયનર બની ગયા હતાં.
જો કે લિસ્ટિંગ પછી કંપનીનાં શેરમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. સ્પેસ એક્સનો શેર પોતાના મહત્તમ ભાવ ૨૨૬ ડોલરથી ઘટીને ૧૧૯ ડોલરની સપાટીએ આવી ગયો છે.
એટલે કે શેરનો ભાવ પોતાના ઉચ્ચતમ સ્તરથી અડધો થઇ ગયો છે. જેની સીધી અસર કંપનીમાં મોટી હિસ્સેદારી ધરાવતા મસ્કની સંપત્તિ પર પડી છે.
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સ અનુસાર મસ્કની નેટવર્થમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦.૭ અબજ ડોલરનો ઘટાડો થયો છે. જેના પછી તેમની કુલ સંપત્તિ ઘટીને ૭૯૨ અબજ ડોલર થઇ ગઇ છે.
જૂનમાં સ્પેસ એક્સની માર્કેટ લિસ્ટિંગ પછી મસ્કની સંપત્તિ લગભગ ૧.૧ ટ્રિલિયન ડોલર થઇ ગઇ હતી. તે ઉચ્ચ સ્તરથી હાલમાં સંપત્તિમાં ૩૦૮ અબજ ડોલરનો ઘટાડો થયો છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
