News of Saturday, 3rd October 2026
અમેરિકાના તાનાશાહ ડોનાલ્ડ ટ્રમ્પની રાક્ષસી દાદાગીરી સામે દુનિયાના સૌથી શક્તિશાળી જી-૭ (G7) દેશોના સટાકથી બેસી ગયા છાતીના પાટિયાઃ ટ્રમ્પના ડંકાથી થરથર ધ્રૂજતા વિકસિત રાષ્ટ્રોએ પોતાની ઈમરજન્સી રિઝર્વમાંથી અધધ... ૧૦ કરોડ બેરલ ઓઈલ અને ડિઝલ ગભરાટમાં આપી દેવાની કરી દીધી જાહેરાત
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભડાકા રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિની એક જ ધમકીથી મોટા-મોટા દેશોના શાસકોના ઉડી ગયા હોશઃ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ઓઈલ માર્કેટમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:વૈશ્વિક રાજકારણ અને અર્થવ્યવસ્થાની દુનિયામાંથી પૃથ્વીને હચમચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! અમેરિકાના તાનાશાહ અને આક્રમક નેતા ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી દાદાગીરી અને જીવલેણ આર્થિક ધમકીઓ સામે હવે દુનિયાના સાત સૌથી સમૃદ્ધ અને તાકાતવર દેશોનો ગઢ ગણાતા 'G7' જૂથના નાકમાંથી પાણી આવી ગયું છે અને તેઓ ટ્રમ્પના દબાણ સામે સંપૂર્ણપણે ઘૂંટણિયે પડી ગયા છે.
આ વ્યાપક નિર્ણય પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારે રાજકીય અને આર્થિક દબાણ કામ કરી ગયું હોવાનું માનવામાં આવે છે. આગામી નવેમ્બર માસમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પહેલાં અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં લાવવા ટ્રમ્પ પ્રશાસન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ પોતાના ઇમરજન્સી ડીઝલ ભંડારમાંથી પુરવઠો ખુલ્લો નહીં કરે, તો અમેરિકા યુરોપ તરફ થતી ડીઝલની નિકાસ પર સંપૂર્ણ બ્રેક લગાવી દેશે. યુરોપ હાલમાં અમેરિકી ડીઝલ પર વધુ નિર્ભર હોવાથી તેના પર આર્થિક સંકટ ઘેરાવાનો ભય હતો, જેના કારણે અંતે G7 દેશોને નમતું જોખવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઇરાન સાથેના સંઘર્ષ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)ની આગેવાની હેઠળ માર્ચ મહિનામાં 40 કરોડ બેરલ તેલ બહાર પાડવાની ઐતિહાસિક સમજૂતી થઈ હતી. IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલના જણાવ્યા મુજબ, અગાઉની સમજૂતીનો બે-તૃતીયાંશ હિસ્સો રજૂ થઈ ચૂક્યો છે. આ નવા 10 કરોડ બેરલનો જથ્થો IEAના તાલમેલથી બજારમાં મૂકવામાં આવશે, જેથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઝડપી ઘટાડો લાવી શકાય.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
