તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
વિશ્વયુદ્ધના ભણકારા: અમેરિકા ગમે તે ઘડીએ આ દેશ પર કરશે વેનેઝુએલા જેવો મોટો હુમલો:૫ સંકેતોથી દુનિયાભરમાં ભારે ખળભળાટ
સુપરપાવર અમેરિકાનો ખતરનાક પ્લાન તૈયાર: આર્થિક નાકાબંધી અને લશ્કરી હિલચાલ તેજ થઈ:પરમાણુ ક્ષમતા અને સરમુખત્યારશાહીના વિવાદ વચ્ચે ગમે તે ક્ષણે સૈન્ય એક્શનની ભીતિ! વૈશ્વિક બજારમાં ભારે ફફડાટ

નવી દિલ્હી: રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વ (Middle East) ના ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે વૈશ્વિક સ્તરે વધુ એક મોટો યુદ્ધનો મોરચો ખૂલે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વ્હાઇટ હાઉસના અત્યંત ગુપ્ત અને આક્રમક વલણને જોતાં, અમેરિકા ટૂંક સમયમાં જ વધુ એક સાર્વભૌમ દેશ પર (જેમ અગાઉ વેનેઝુએલા અને ઇરાક પર આર્થિક તેમજ લશ્કરી સકંજો કસાયો હતો) તેવો જ ભયાનક હુમલો કે લશ્કરી કાર્યવાહી કરવાની ફિરાકમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સામે આવેલા ૫ મુખ્ય સંકેતોએ મિસાઇલ તૈનાતી અને પ્રતિબંધોની નવી લહેરને જન્મ આપતાં આખું વિશ્વ ચિંતામાં ડૂબી ગયું છે.
20 મે, 2026 (બુધવાર) ના રોજ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ક્યુબાના 94 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ટ્રો (જેઓ સામ્યવાદી ક્રાંતિના જનક ફિડેલ કાસ્ટ્રોના નાના ભાઈ છે) સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. તેમના પર વર્ષ 1996માં કાસ્ટ્રો વિરોધી પાયલોટ્સના બે નાગરિક વિમાનોને તોડી પાડવાનો આરોપ છે. રાઉલ કાસ્ટ્રો આજે પણ ક્યુબાના રાજકારણમાં મોટો પ્રભાવ ધરાવે છે, તેથી તેમની સામેની આ કાનૂની કાર્યવાહીને ક્યુબાની સરકારને અસ્થિર કરવાના અમેરિકાના પહેલા પગલા તરીકે જોવામાં આવી રહી છે.
આ કાનૂની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે કહ્યું હતું કે અમેરિકા ‘ક્યુબાને મુક્ત’ કરવા જઈ રહ્યું છે. તેમણે પત્રકારો સામે સ્વીકાર્યું કે અમેરિકા પાસે CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના માધ્યમથી ક્યુબાની પળેપળની માહિતી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ સોશિયલ મીડિયા પર આ નિવેદનને શેર કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
