તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
વિશ્વ મહાસત્તા રશિયામાં પ્લેગ નામના રાક્ષસી અને જીવલેણ રોગનો સૌથી મોટો, અતિ-ખતરનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક વૈશ્વિક હાહાકારઃ એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં યુવતીનું શંકાસ્પદ અને દર્દનાક મોત થતાં રશિયા સહિત આખી દુનિયામાં ફફડાટ મચી ગયો છે અને અટકાવવા માટે ૧૯૯ થી વધુ લોકોને સટાકથી ક્વોરેન્ટાઇન કરી દેવાતા વૈશ્વિક આતંકની છાતીના પાટિયા બેસી ગયા
બ્લેક ડેથ તરીકે કુખ્યાત આ અત્યંત સંક્રામક અને જીવલેણ બિમારીના વાયરસ છૂટા પડવાની આશંકા અને વૈશ્વિક મહામારીના ખતરાથી ડબ્લ્યુએચઓ અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના ઉડી ગયા હોશઃ મોસ્કોથી લઈને સમગ્ર વિશ્વના મેદાનમાંથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી: સમગ્ર વિશ્વના મીડિયા જગતમાં ધમાકો મચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો આંતરરાષ્ટ્રીય કિસ્સો સામે આવ્યો છે! રશિયાની એક અત્યાધુનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી યુવતીનું અચાનક અને રહસ્યમય સંજોગોમાં દર્દનાક મોત નિપજ્યું છે, જેના કારણે પ્રાથમિક તપાસમાં આ મોત 'પ્લેગ' જેવા જીવલેણ અને પ્રાણઘાતક રોગના કારણે થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મહામારી અન્ય લોકોમાં ન ફેલાય તે માટે તંત્રએ તાત્કાલિક ધોરણે ૨૦૦ જેટલા લોકોને સટાકથી ક્વોરેન્ટાઇન (આઈસોલેટ) કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, લેબમાં કામ કરતી આ મહિલાને ન્યુમોનિયા થયો હતો, જેની અસર સતત વધવાને કારણે તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે ઇરકુત્સ્ક પાસે આવેલી આ એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાભરની અત્યંત ખતરનાક અને સંક્રામક બિમારીઓ પર સંશોધન કરે છે. રશિયાની ફેડરલ હેલ્થ મોનિટરિંગ એજન્સીના જણાવ્યા અનુસાર મૃતકને અજ્ઞાત ન્યુમોનિયા હતો, હાલ ઇરકુત્સ્ક અને શેલેખોવ વિસ્તારની સ્વાસ્થ્ય સ્થિતિ સ્થિર છે.
આ ઘટના બાદ સ્થાનિક એન્ટી-એપિડેમિક કાઉન્સિલની કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી. ઇરકુત્સ્કજીલ્લાના ગવર્નર ઇગોર કોબજેવે લોકોને અફવાઓથી દૂર રહેવા અને પેનિક ન થવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. આ ઘટના બાદ ન્યુમોનિક પ્લેગના જોખમને લઈને ચિંતાઓ ઊભી થઈ છે.
રિસર્ચ સેન્ટરની નજીક આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ એલ્યુમિનિયમ પ્લાન્ટ દ્વારા કર્મચારીઓને ફેસ કવરિંગ (માસ્ક) વાપરવાના સખત નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્લાન્ટના વડા આર્તેમ ફોમિનિખે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે કારણ કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
