News of Thursday, 23rd April 2026
દુનિયા પર ‘ડિજિટલ પ્રલય’નું જોખમ: ઈરાને ‘કિલ સ્વિચ’ દબાવવાની ધમકી આપી:પળવારમાં આખું વિશ્વ અંધપટમાં ધકેલાશે
ઈરાનનો ખતરનાક પેંતરો: મિસાઈલ નહીં, હવે ‘ડિજિટલ બોમ્બ’ ફોડવાની તૈયારી: ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો તોળાતા શેરબજારથી લઈને બેંકિંગ સેક્ટર સુધી હાહાકાર: શું વર્લ્ડ વોર-૩ હવે સાયબર સ્પેસમાં લડાશે? સુપર પાવર દેશોમાં મચી ગઈ દોડધામ

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે હવે એક એવા સમાચાર આવ્યા છે જેણે આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ઈરાને ધમકી આપી છે કે જો તેના પર હુમલો કરવામાં આવશે તો તે ‘ડિજિટલ કિલ સ્વિચ’નો ઉપયોગ કરી શકે છે. આનો અર્થ એ થયો કે ઈરાન એવા સાયબર હુમલા કરી શકે છે જેનાથી ગ્લોબલ ઇન્ટરનેટ સર્વરો ઠપ્પ થઈ જાય અને દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ થઈ જાય!
જો આ અન્ડર સી કેબલ્સને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, તો તેની સીધી અસર ઈમેઇલ, વીડિયો કોલ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ક્લાઉડ સર્વિસીસ પર પડશે. આ કેબલ્સ મોટા AI ડેટા સેન્ટર્સને પણ સપોર્ટ કરે છે, જેના કારણે ટૅક્નોલૉજી પર નિર્ભર કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. ભારત માટે પણ આ સ્થિતિ અત્યંત ગંભીર છે, કારણ કે ભારત દુનિયાના સૌથી મોટા ઇન્ટરનેટ યુઝર્સમાંનું એક છે. આ કેબલ્સ ઓમાન, યુએઈ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી પસાર થાય છે, જે હાલમાં તણાવગ્રસ્ત વિસ્તારની નજીક છે. જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે, તો ભારતમાં લાખો યુઝર્સની ઇન્ટરનેટ સ્પીડ ઘટી શકે છે અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સહિત IT સેક્ટર પર તેની માઠી અસર પડી શકે છે.
આ અગાઉ પણ કેબલ ઇન્સ્ટોલેશન સાથે જોડાયેલી કંપનીઓએ ચેતવણી આપી છે કે અણધારી ઘટનાઓને કારણે સેવાઓ ખોરવાઈ શકે છે. હાલમાં રિપોર્ટ્સ મુજબ, કેબલ ઇન્સ્ટોલેશન માટેનું જહાજ પણ સાઉદી અરેબિયા પાસે અટવાયેલું છે, જે નવી કેબલ નાખવાની કે સમારકામની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. આ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરે છે કે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એ માત્ર સુવિધા નથી, પરંતુ એક અનિવાર્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે. જો પર્શિયન ગલ્ફમાં કોઈ અનિચ્છનીય બનાવ બને છે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને ડિજિટલ કનેક્ટિવિટી પર ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
