News of Friday, 13th November 2026
ઘરમાં શાંતિ મળતી ન હોવાથી ચીનમાં વર્કિગ મહિલાઓ ચેનથી સૂવા માટે હવે હોટેલમાં એકલી રહેવા જાય છે
ઓફિસનો થાક અને ઘરે પહોંચીને બાળકો અને ઘરની જવાબદારીથી અનેક વર્કિંગ મહિલાઓ હવે થાકી ગઈ

બીજીંગ,તા.૧૩: ઑફિસનો થાક અને ઘરે પહોંચીને બાળકો અને ઘરની જવાબદારીથી અનેક વર્કિગ મહિલાઓ હવે થાકી ગઈ છે. જોકે ચીનમાં હવે આવી વર્કિગ મહિલાઓ ચેનથી સૂવા માટે હોટેલ બુક કરાવે છે. ઘરે રહે તો ૧૦ મિનિટ પણ શાંતિ નથી મળતી એટલે આ મહિલાઓ માત્ર ૩-૪ કલાક માટે હોટેલની રૂમ બુક કરાવે છે. અહીં ખાવાનું ખાય છે અને સૂઈ જાય છે. આ મહિલાઓ કોઈ ટૂરિસ્ટ નથી હોતી. પોતાના જ શહેરમાં અને પોતાના ઘરની પાસેની હોટેલમાં તે માત્ર થોડાક કલાકો સૂવા માટે જાય છે. થોડાક કલાકો માટે રોજબરોજની જિદગીની જવાબદારીઓમાંથી છૂટવા માટે ચીનમાં આ ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
