<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ટોયલેટ સીટ પર બેઠેલી મહિલાએ એટલું જોર લગાવ્‍યું કે મળની સાથે મગજમાંથી યાદશક્‍તિ પણ નીકળી ગઈ

બે અઠવાડિયાથી કબજિયાત હતી..એટલું જોર લગાવ્‍યું કે અચાનક તેને પાછલા ૧૦ વર્ષની બધી યાદો ગાયબ થઈ ગઈ

હોંગકોંગ,તા.૧૭: ટોયલેટ જવું રોજિદા જીવનની સામાન્‍ય ક્રિયા છે. પણ ક્‍યારેક ક્‍યારેક આ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. હોંગકોંગની એક મહિલા સાથે કંઈક આવું જ થયું છે. મહિલાને કેટલાય દિવસથી કબજિયાતની ફરિયાદ હતી. એક દિવસ જ્‍યારે તે પોટી કરવા બેઠી તો તેણે એટલું જોર લગાવ્‍યું કે અચાનક તેને પાછલા ૧૦ વર્ષની બધી યાદો ગાયબ થઈ ગઈ.

મહિલાના દીકરાએ જણાવ્‍યું કે, તેની માતાને બે અઠવાડિયાથી કબજિયાત હતું. જ્‍યારે તે બાથરૂમમાં ગઈ તો જોર લગાવ્‍યા બાદ તેમને કંઈક યાદ ન રહ્યું. પરિવારને જ્‍યારે આ વાતની ખબર પડી તો ચોંકી ગયા. મહિલાને દવાખાને લઈ ગયા. ડોક્‍ટરે તપાસ કરી તો જાણવા મળ્‍યું કે તેમની યાદશક્‍તિ અસ્‍થાયી રીતે પ્રભાવિત થઈ છે. લગભગ ૮ કલાક સુધી તે પાછલા ૧૦ વર્ષની બધી વાતો ભૂલી ગઈ. બાદમાં ધીમે ધીમે પરત આવી ગઈ, પણ તે ૮ કલાકની ઘટનાની તેમની પાસે કોઈ યાદ નહોતી.

ડોક્‍ટર્સનું કહેવું છે કે જોર લગાવવાથી મગજમાં બ્‍લડ ફલો અસ્‍થાયી રીતે ઓછો થઈ શકે છે. તેનાથી Transient Global Amnesia (TGA) નામની સ્‍થિતિ થઈ શકે છે. જેમાં વ્‍યક્‍તિ અમુક કલાકો માટે પોતાની હાલની યાદો ભૂલી જાય છે. આ સ્‍થિતિ મોટા ભાગે ખતરનાક નથી હોતી અને અમુક કલાકોમાં ઠીક થઈ જાય છે. જો કે આ પહેલી વાર નથી, જ્‍યારે મગજ પર જોર લગાવવાથી મેમોરી લોસ થયો હોય. જોર લગાવવાથી છાતી અને પેટ પર પ્રેશર વધે છે. તેનાથી મગજ સુધી પહોંચનારો બ્‍લડ ફલોમાં અસ્‍થાયી રીતે કમી આવી શકે છે. ખાસ કરીને કબજિયાતની સ્‍થિતિમાં આ જોર વધારે લગાવવામાં આવે છે. જેનાથી મગજની નસો પર અસર પડે છે. આ ઘટના ૨૦૧૯ની છે, પણ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે. લોકો મજાકમાં લખી રહ્યા છે કે પોટી કરતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ. હવે કબજિયાત થશે તો પણ ડર લાગશે. અમુક લોકો કહી રહ્યા છે કે આ ઘટના યાદ અપાવે છે કે શરીર પર વધારે જોર ક્‍યારેય ન આપો.

(10:07 AM IST)