તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ડિલિવરી સમયે મહિલા પહોંચી બીજી દુનિયામાં, જીવંત થઈને સ્વર્ગ અંગે કર્યો ચોંકાવનારો દાવો!
મૃત્યુ પછીની દુનિયા કેવી છે?બાળકને જન્મ આપતી વખતે થોડી ક્ષણો માટે તેનું હૃદય બંધ થઈ ગયું હતું અને તે મૃત્યુના મુખમાં જતી રહી હતી. આ સમય દરમિયાન તેણે જે અનુભવ્યું એ જાણીને તમે ચોંકી જશો

સ્કોટલેન્ડ તા.૨૪: મૃત્યુ પછી માણસનું શું થાય છે? શું સ્વર્ગ અને નરક ખરેખર અસ્તિત્વમાં છે કે તે માત્ર આપણી કલ્પનાઓનો એક ભાગ છે? આ સવાલનો જવાબ સદીઓથી માણસ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ દરમિયાન સ્કોટલેન્ડની રહેવાસી જેન ડોસન નામની મહિલાએ મૃત્યુ પછીની દુનિયાને લઈને એક એવો સન્સનાટીભર્યો દાવો કર્યો છે, જેણે આખી દુનિયાના લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે. જેનનો દાવો છે કે, ૨૪ વર્ષ પહેલાં જ્યારે તે પોતાના દીકરાને જન્મ આપતી હતી, ત્યારે જાટિલ પ્રેગ્નન્સીના કારણે થોડી ક્ષણો માટે તેના શ્વાસ રોકાઈ ગયા હતા અને તે સંપૂર્ણપણે 'મૃત' થઈ ચૂકી હતી. આ દરમિયાન તેના આત્માએ શરીર છોડી દીધું અને તે આ દુનિયામાંથી બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી, જ્યાં તેની મુલાકાત પોતાના મૃત્યુ પામેલા પિતા સાથે થઈ હતી.
જેને જણાવ્યું કે, જ્યારે તે હોસ્પિટલના બેડ પર બાળકને જન્મ આપવા માટે સંઘર્ષ કરતી હતી, ત્યારે તે શારીરિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. ત્યારે જ અચાનક તેના શરીરનો બધો દુખાવો ગાયબ થઈ ગયો અને તેને અનુભવાયું કે તેની આત્મા શરીરથી બહાર નીકળીને હવામાં ઉડી રહી છે. આ દરમિયાન તેને એક જાણીતી ઊર્જાનો અહેસાસ થયો. આ ઊર્જા તેના પિતાની હતી, જેમનું અવસાન જેન ગર્ભવતી હતી, તે દરમિયાન માત્ર ત્રણ મહિના પહેલાં જ થયું હતું. જેનના જણાવ્યા મુજબ, બંનેની આત્માઓનું આપસમાં મિલન થયું, પિતા કશું બોલ્યા વગર પોતાના વિચારો, પ્રેમ અને જ્ઞાનને જેનની આત્મામાં ટ્રાન્સફર કરી દીધા અને જણાવ્યું કે, હજુ તેમના મરવાનો સમય નથી આવ્યો અને તેણે પાછા જઈને પોતાના બાળકને જન્મ આપવાનો છે. આ દરમિયાન તેના પિતાએ સ્વર્ગને લઈને એક સત્ય બતાવ્યું. તેમણે કહ્યું કે, ધર્મગ્રંથોમાં જેવું વર્ણવવામાં આવે છે, સ્વર્ગ નામની કોઈ જગ્યા હકીકતમાં હોતી નથી.
જેનના અનુસાર, સ્વર્ગ કોઈ જગ્યા નથી, પરંતુ એક અનુભૂતિ કે ચેતનાની સ્થિતિ છે. જ્યારે માણસ મરે છે, તો તે માત્ર ભૌતિક શરીરને છોડે છે અને એક એવી દુનિયામાં પ્રવેશ કરી જાય છે, જ્યાં બધી આત્માઓ એકસાથે હાજર રહે છે. પિતાએ તેને ભવિષ્યની ઘટનાઓની એક ઝલક પણ બતાવી અને પછી એક ઝટકા સાથે જેનની આત્મા પાછી તેના શરીરમાં પાછો આવી ગયો, જેના પછી તેણે સુરક્ષિત રીતે દીકરાને જન્મ આપ્યો હતો. ઘટનાના કેટલાક વર્ષો પછી જેન સામે એક વધુ ચોંકાવનારું સત્ય આવ્યું, જ્યારે તેમને અહેસાસ થયો કે, તેનો દીકરો બીજું કોઈ નહીં પરંતુ તેના દિવંગત પિતાનો જ પુનર્જન્મ છે. દીકરો દેખાવમાં બિલકુલ પોતાના નાના જેવો હતો અને જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું, તો તેણે નાનાની જેમ એક પોલીસ વાળો બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેનનું કહેવું છે કે, આ ઘટનાએ તેની જિદગી બદલી નાખી છે. પહેલા તે મૃત્યુથી ડરી હતી, પરંતુ હવે તે જાણે છે કે, જીવન ક્યારેય ખતમ નથી થતું અને મૃત્યુ માત્ર એક ભ્રમ છે
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
