તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
મહિલાએ સગા ભાઈ સાથે કર્યા લગ્નઃ બે બાળકોને પણ જન્મ આપ્યો
આજકાલ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘણા કપલ ઓનલાઈન આવીને પોતાના જ ભાઈ-બહેન સાથે લગ્ન કર્યા હોવાનું કબૂલી રહ્યા છે

ન્યૂયોર્ક તા.૩૦: આજકાલ સોશિયલ મીડિયા પર એક એવો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને આヘર્યચકિત કરી દીધા છે. ઇન્ટરનેટ પર ઘણા એવા વીડિયો અને પોસ્ટ સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક લોકો પોતાના જ ભાઈ-બહેન સાથે લગ્ન કરવા અથવા પ્રેમ સંબંધમાં હોવાનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક મહિલાનું નિવેદન સૌથી વધુ ચર્ચામાં છે. મહિલાએ દાવો કર્યો કે, તેણે પોતાના સગા ભાઈ સાથે લગ્ન કર્યા છે અને બંનેને બે બાળકો પણ છે.
મહિલાએ પોતાના વીડિયોમાં કહ્યું કે, તે અને તેનો ભાઈ બાળપણથી એકબીજાની ખૂબ નજીક રહ્યા છે. સમય જતાં બંને વચ્ચે પ્રેમ વધ્યો અને તેમણે સાથે રહેવાનો નિર્ણય કર્યો. મહિલા અનુસાર, બંનેએ લગ્ન કર્યા અને હવે તેમને બે બાળકો પણ છે. તેણે એ પણ કહ્યું કે, પરિવાર અને સમાજની ટીકાઓ છતાં તેઓ પોતાના નિર્ણયથી ખુશ છે. આ દાવો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાખો લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, આવા દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કર્યા વિના તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. વાયરલ થવા અને વધુ વ્યૂઝ મેળવવા માટે કેટલાક ક્રિએટર્સ દ્વારા આવા ખોટા દાવા કરવામાં આવે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક વાર્તા સાચી હોતી નથી. ઘણીવાર કન્ટેન્ટ ક્રિએટર વધુ લોકપ્રિયતા, લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે ચોંકાવનારા દાવા કરે છે. તેથી કોઈપણ વાયરલ વીડિયો કે પોસ્ટને અંતિમ સત્ય માનતા પહેલા તેનાસ્ત્રેત અને વિશ્વસનીયતાની તપાસ કરવી જરૂરી છે. કાયદાકીય અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘણા દેશોમાં સગા ભાઈ-બહેન વચ્ચે લગ્ન કે જાતીય સંબંધોને લઈને અલગ-અલગ કાયદા છે.
ઘણી જગ્યાએ આવા સંબંધો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, જ્યારે કેટલાક દેશોમાં તેના સંબંધમાં અલગ કાયદાકીય જોગવાઈઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સગા ભાઈ-બહેનમાં ઘણાં જીન્સ એકસરખા હોય છે. જો બંનેમાં કોઈ દુર્લભ નુકસાનકારક જીન હોય તો બાળકને ગંભીર બીમારીઓ થઈ શકે છે. બાળકમાં જન્મજાત બીમારીઓ, બુદ્ધિ વિકાસમાં વિલંબ, હૃદયની તેમજ આનુવંશિક બીમારીઓ થવાનું જોખમ રહે છે
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
