<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ગજબ કહેવાય ટેન્‍શન દૂર કરવા મહિલાએ કર્યા ૨૫૮ કરોડના ઓનલાઈન ઓર્ડર

એક ચોંકાવનારો અને વિચિત્ર કિસ્‍સો જાપાનથી સામે આવ્‍યો

ટોકયો તા.૧૨: ઘણા લોકો તણાવ દૂર કરવા માટે સંગીત સાંભળે છે, ફિલ્‍મ જુએ છે અથવા મિત્રો સાથે સમય વિતાવે છે. જાપાનમાં એક મહિલાએ સ્‍ટ્રેસ દૂર કરવા માટે એવો ઉપાય અપનાવ્‍યો, જેને સાંભળીને કદાચ તમે પણ હેરાન રહી જશો. મહિલા ઓનલાઈન શોપિગ સાઈટ પર એનિમે કેરેક્‍ટર્સ સાથે જોડાયેલી વસ્‍તુઓ જોતી હતી અને સામાન ઓર્ડર કરવાથી તેને ખૂબ જ સુકૂન મળતું હતું. નવાઈની વાત એ છે કે, તેણે લગભગ બે વર્ષમાં ૨૫૮ કરોડ રૂપિયાથી વધુની વસ્‍તુઓના ઓર્ડર કરી નાખ્‍યા, પરંતુ આમાંથી એક પણ પ્રોડક્‍ટ તેના ઘર સુધી ન પહોંચી હતી.

જાપાનની ૩૨ વર્ષીય મહિલા યોશિદા પર આરોપ છે કે, તે ઓનલાઈન સ્‍ટોર પરથી સામાન ઓર્ડર કર્યા પછી અલગ-અલગ રીતે તેને કેન્‍સલ કરાવી દેતી હતી. ઘણી વાર તે ડિલિવરી માટે પોતાનું સાચું સરનામું આપવાને બદલે ખોટું કે નકલી સરનામું વાપરતી હતી. આવી સ્‍થિતિમાં ડિલિવરી એજન્‍ટ કોઈ બીજા ઘર સુધી પહોંચી જતો અને સામાન મહિલા સુધી પહોંચે તે પહેલાં જ ઓર્ડર રદ થઈ જતો હતો. કેટલાક કિસ્‍સાઓમાં તેણે પારસલના પેમેન્‍ટ માટે કન્‍વિનિયન્‍સ સ્‍ટોરનો વિકલ્‍પ પસંદ કર્યો, પરંતુ નક્કી સમયની અંદર ચૂકવણી ન કરી હતી. જ્‍યારે કેટલાક ઓર્ડરમાં તેણે કેશ ઓન ડિલિવરી વખતે સામાન લેવાનો સ્‍પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ રીતે ઓર્ડર કરવાનો અને પછી તેને કેન્‍સલ કરાવવાનો સિલસિલો સતત ચાલતો રહ્યો હતો.

રિપોર્ટ્‍સ અનુસાર, આ સિલસિલો લગભગ બે વર્ષ સુધી ચાલ્‍યો અને આ દરમિયાન મહિલાએ ૨,૦૦૦થી વધુ ઓર્ડર અલગ-અલગ રીતથી કેન્‍સલ કર્યા હતા. વારંવાર ઓર્ડર કેન્‍સલ થવાથી માત્ર ઓનલાઈન સ્‍ટોરનું કામ જ પ્રભાવિત ન થયું, પરંતુ કંપનીને ડિલિવરી અને તેનાથી જોડાયેલા ખર્ચાઓનું પણ નુકસાન વેઠવું પડ્‍યું હતું. જાપાની બ્રોડકાસ્‍ટર જ્‍ફફ પ્રાઈમ ઓનલાઈન અનુસાર, આ આખી પ્રક્રિયામાં શુએશાના Jump Characters Storeને લગભગ ૭૫ લાખ યેન એટલે કે આશરે ૪૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપની માટે મુશ્‍કેલી એટલા માટે પણ વધી કારણ કે, જે પ્રોડક્‍ટ્‍સને મહિલા વારંવાર બુક કરતી અને પછી કેન્‍સલ કરતી હતી, તેને તે સમય દરમિયાન બીજા ગ્રાહકો ખરીદી શકતા નહોતા.

તપાસ દરમિયાન યોશિદાએ પોતાના આ વર્તનનું કારણ પણ બતાવ્‍યું. તેના જણાવ્‍યા મુજબ, તેને ઓનલાઈન સ્‍ટોર પર એનિમે કેરેક્‍ટર્સનો સામાન જોવો ખૂબ ગમતો હતો. રોજિદી જિંદગીમાં ટેન્‍શન વધારે હોવાને કારણે જ્‍યારે પણ તે કોઈ સામાન ઉપલબ્‍ધ થાય તે પહેલાં તેને ઓર્ડર કરતી હતી, તો તેને એક અલગ પ્રકારનો સંતોષ અનુભવાતો હતો. તેણે એ પણ કહ્યું કે, કંપની પ્રત્‍યે તેની કોઈ વ્‍યક્‍તિગત દુશ્‍મનાવટ નહોતી. તે આ બધું પોતાના ટેન્‍શનને ઓછું કરવા અને પોતાને સારું અનુભવવા માટે કરતી હતી. એટલે કે તેના માટે અસલી ખુશી સામાન મેળવવામાં નહીં, પરંતુ તેને ઓનલાઈન ઓર્ડર કરવામાં હતી.

આ મામલાની એક વધુ હેરાન કરનારી વાત એ સામે આવી કે મહિલાએ ઓનલાઈન શોપિગ માટે લગભગ ૨૩૮ અલગ-અલગ એકાઉન્‍ટ્‍સનો ઉપયોગ કર્યો. રિપોર્ટ અનુસાર, તેણે લગભગ છ વર્ષ પહેલાં આ ઓનલાઈન સ્‍ટોર પરથી સામાન ખરીદવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે સામાન ઓર્ડર કર્યા પછી તેની ડિલિવરી પણ લેતી હતી. પરંતુ ઓક્‍ટોબર ૨૦૨૩ની આસપાસ તેની રીત બદલાઈ ગઈ. આ પછી તે સામાન ઓર્ડર કરવા અને પછી કોઈને કોઈ રીતે તેને કેન્‍સલ કરાવવા લાગી હતી. ધીમે-ધીમે આ આદત એટલી વધી ગઈ કે હજારો ઓર્ડર આ પ્રક્રિયાનો હિસ્‍સો બની ગયા હતા.

શુએશાનું કહેવું છે કે, મહિલાની આ હરકતની અસર તે ગ્રાહકો પર પણ પડી, જે હકીકતમાં પ્રોડક્‍ટ ખરીદવા માંગતા હતા. જ્‍યારે કોઈ સામાન વારંવાર બુક થઈને કેન્‍સલ થતો રહ્યો, તો બીજા ગ્રાહકોને તેને ખરીદવાનો મોકો મળતો નહોતો. કંપનીએ આ જ કારણે પોલીસ પાસે મામલામાં કાર્યવાહીની માગ કરી હતી. રિપોર્ટ્‍સ અનુસાર, યોશિદાએ પોતાના પર લાગેલા આરોપોનો સ્‍વીકાર કરી લીધો છે. હવે જાપાની કાયદા હેઠળ તેની સામે કથિત રીતે છેતરપિડી દ્વારા કારોબારમાં અડચણ ઊભી કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલો એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે અહીં ઓનલાઈન શોપિગનો હેતુ સામાન ખરીદવાનો નહીં, પરંતુ માત્ર ઓર્ડર કરવાથી મળતું માનસિક સુકૂન બતાવવામાં આવ્‍યું છે.

(9:57 AM IST)