<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

મહિલા પીવે છે દરરોજ પોતાનું બ્રેસ્‍ટ મિલ્‍કઃ લાખો રુપિયા બચાવ્‍યા

મોંઘવારીથી બચવાનો અનોખો જુગાડ : નિયમિત રીતે પોતાનું મિલ્‍ક પીવાથી તેની ત્‍વચા ચમકદાર અને સ્‍વસ્‍થ રહે છે

જ્‍યોર્જિયા,તા.૧૬: મોંઘવારીએ સામાન્‍ય લોકોના ખિસ્‍સા પર જબરદસ્‍ત પ્રહાર કર્યો છે, પણ જ્‍યોર્જિયાની એક મહિલાએ આ મોંઘવારીથી બચવાનો એક અનોખો જુગાડ શોધી કાઢ્‍યો છે. વર્ષોથી તે બજારમાંથી દૂધ નથી ખરીદી રહી. તેની જગ્‍યાએ તે પોતાનું જ બ્રેસ્‍ટ મિલ્‍ક પી રહી છે. બે બાળકોની આ માતાનું કહેવું છે કે આ આદતથી અત્‍યાર સુધીમાં તેણે લાખો રૂપિયા બચાવ્‍યા છે.

આ મહિલા કેટલાય વર્ષ પહેલા મા બની હતી, પણ તેનું શરીર હજુ પણ બ્રેસ્‍ટ મિલ્‍ક પ્રોડ્‍યુસ કરી રહ્યું છે. તેણે જણાવ્‍યું કે બાળકોને પૂરતી માત્રામાં આપ્‍યા બાદ બચેલું દૂધ તે ખુદ પી જાય છે. મહિલાનું કહેવું છે કે આ એકદમ નેચરલ, ફ્રી અને પૌષ્ટિક છે. તેના જણાવ્‍યા અનુસાર, બ્રેસ્‍ટ મિલ્‍ક વિટામિન્‍સ, પ્રોટીન અને એન્‍ટીબોડીઝથી ભરપૂર હોય છે, જે ઇમ્‍યુનિટી વધારે છે અને સ્‍વાસ્‍થ્‍ય માટે ફાયદાકારક છે.

પોતાની આ આદતને મહિલાએ પોતાની ગ્‍લોઇંગ સ્‍કિનનું રહસ્‍ય ગણાવ્‍યું છે. તેનો દાવો છે કે નિયમિત રીતે પોતાનું મિલ્‍ક પીવાથી તેની ત્‍વચા ચમકદાર અને સ્‍વસ્‍થ રહે છે. જેવો આ મહિલાનો વીડિયો અને પોસ્‍ટ વાયરલ થઈ, સોશિયલ મીડિયા પર તોફાન આવી ગયું. લાખો વ્‍યૂઝ અને કોમેન્‍ટમાં લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા. એક તરફ લોકો તેની રિસોર્સફુલનેસના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મોંઘવારીના સમયમાં ક્રિએટિવ રીત છે, વળી બીજી તરફ કેટલાય યુઝર્સ તેને શોકિગ, અસ્‍વાસ્‍થ્‍યકર અને સોશિયલ નોર્મ્‍સ વિરુદ્ધ ગણાવી રહ્યા છે. કેટલાય હેલ્‍થ એક્‍સપર્ટે ચેતવણી આપી છે કે વયસ્‍કો માટે પોતાનું બ્રેસ્‍ટ મિલ્‍ક પીવું સુરક્ષિત નથી. તેમાં બેક્‍ટેરિયાનો ખતરો, હોર્મોનલ અસંતુલન અને અન્‍ય સ્‍વાસ્‍થ્‍ય જોખમ રહેલા છે. છતાં પણ મહિલા પોતાના નિર્ણય પર અડગ છે અને કહી રહી છે કે તે વર્ષોથી આ કરી રહી છે અને એકદમ સ્‍વસ્‍થ છે.

અમેરિકા સહિત દુનિયાભરમાં વધતી મોંઘવારીએ લોકોને નવી નવી રીત વિચારવા પર મજબૂર કરી દીધા છે. દૂધ, ઇંડા અને અન્‍ય ડેરી પ્રોડક્‍ટ્‍સની કિમતો આકાશે આંબી રહી છે. આવા સમયે આ મહિલાની રીત કેટલાય લોકો માટે પ્રેરણા બની ગઈ છે. જો કે મોટા ભાગના નિષ્‍ણાતો સલાહ આપે છે કે ડોક્‍ટરની સલાહ વિના આવું ન કરવું જોઈએ.

મહિલાએ જણાવ્‍યું છે કે દર અઠવાડિયે દૂધની બોટલ ખરીદવાથી જે ખર્ચો થાય છે, તે હવે બચી ગયો છે. મહિલાએ મીડિયાને જણાવ્‍યું કે, મારે બે બાળકો છે, પણ હું હજુ પણ મિલ્‍ક પ્રોડ્‍યુસ કરી રહી છું. તેને બરબાદ થવા દેવાની જગ્‍યાએ હું ખુદ વાપરી રહી છું. તેનાથી પર્યાવરણને પણ ફાયદો છે, કેમ કે પ્‍લાસ્‍ટિકની બોટલો ઓછી વપરાય છે.

ન્‍યુટ્રિશનિસ્‍ટ્‍સ અનુસાર, બ્રેસ્‍ટ મિલ્‍ક શિશુઓ માટે આદર્શ ભોજન છે, પણ વયસ્‍કો માટે તેનું નિયમિત સેવન પર હજુ રિસર્ચ થયા નથી. અમુક અધ્‍યયનોમાં તેના એન્‍ટી ઇન્‍ફલેમેટરી ગુણનો ઉલ્‍લેખ છે, પણ સ્‍વચ્‍છતા અને સ્‍ટોરેજને લઈ સાવધાની જરૂરી છે. ભારતમાં પણ કેટલીય મહિલાઓ બ્રેસ્‍ટ મિલ્‍કને લઈ જાગૃત થઈ રહી છે. પણ વયસ્‍કો દ્વારા તેના સેવનની ઘટના દુર્લભ છે. આ ખબર ભારતીય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

(10:22 AM IST)