<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

વિશ્વયુદ્ધનો ખતરો ટળશે?: ઈરાન નમતું જોખવા તૈયાર, પણ ટ્રમ્પ સામે મૂકી દીધી ‘લોખંડી’ શરત

પેઝેશ્કિયનની ગર્જના: "અમારા અધિકારો સાથે બાંધછોડ નહીં, તો જ યુદ્ધનો અંત":શું ટ્રમ્પ આ શરત સ્વીકારશે? મિડલ ઈસ્ટમાં શાંતિના ભણકારા કે પછી આ માત્ર રાજકીય દાવપેચ? વ્હાઈટ હાઉસમાં હલચલ તેજ:દુનિયાભરના શેરબજારોની નજર હવે ઈરાનના આગામી કદમ પર
નવી દિલ્હી: વર્ષોથી ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના ગજગ્રાહમાં આખરે સમાધાનની બારી ખૂલતી દેખાય રહી છે. ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને એક મહત્વના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ અમેરિકા સાથેના તણાવનો અંત લાવવા અને યુદ્ધ રોકવા માટે તૈયાર છે, પરંતુ તેની સામે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ એક સ્પષ્ટ શરત મૂકી છે. ઈરાનનું કહેવું છે કે તેમના પરમાણુ અધિકારો અને સાર્વભૌમત્વ સુરક્ષિત રહેવા જોઈએ.
તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈરાન લડાઈનો અંત લાવવા માટે એક પેજના મેમો પર કામ કરી રહ્યા છે. આ સંભવિત ડીલ હેઠળ ઈરાન ન્યુક્લિયર સંવર્ધન પર રોક લગાવવાનું વચન આપશે, બદલામાં અમેરિકા તેના પરથી આર્થિક પ્રતિબંધો હટાવશે. આ ઉપરાંત, બંને પક્ષો હોર્મુઝ સ્ટ્રેટથી પરિવહન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા પર પણ સહમત થઈ શકે છે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી 40 દિવસની લડાઈ બાદ 8 એપ્રિલે બે સપ્તાહ માટે સીઝફાયર કરવામાં આવ્યું હતું.
સીઝફાયર બાદ એપ્રિલ મહિનામાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો થઈ હતી, પરંતુ તે કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નહોતી. હાલમાં ઈરાન લડાઈ ખતમ કરવા માટેના નવા પ્રસ્તાવિત પ્લાનની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ઈરાનની મીડિયા એજન્સીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા સાથે કોઈ નવો લેખિત સંદેશ એક્સચેન્જ કરવામાં આવ્યો નથી. કેટલાક મીડિયા અહેવાલોને ઈરાને મનગડત ગણાવ્યા છે અને કહ્યું છે કે આ પ્રકારના અહેવાલો ગ્લોબલ માર્કેટમાં ઓઇલની કિંમતો ઘટાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.

 

(6:43 PM IST)