તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
૪-૪ વર્ષના રક્તરંજિત મહાયુદ્ધનો આખરે અંત આવશે?:પુતિનના રાક્ષસી ક્રોધને શાંત કરવા મોસ્કો પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પના ૨-૨ ખાસ દૂતો: બેઠક પર આખા વિશ્વની નજર
મહાકાય વૈશ્વિક સંગ્રામ રોકવા અમેરિકાનો માઈન્ડ-બ્લોઈંગ અને સનસનાટીભર્યો ધડાકો: પુતિન સાથે રશિયામાં જઈને સટાકથી સીધી વાટાઘાટો શરૂ થતાં નાટો દેશો અને યુરોપના હોશ ઊડ્યાઃ શું ત્રીજા વિશ્વયુદ્ધનો કાળમુખો ખતરો ટળશે કે થશે નવો ધડાકો? સમગ્ર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ઉત્તેજના અને ફફડાટ

નવી દિલ્હી: છેલ્લા ૪ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળજું કંપાવનારા અને હજારો લોકોના બલિદાન લેનારા લોહિયાળ યુદ્ધનો આખરે આખરી અંજામ આવી ગયો હોવાનો અતિ-સનસનાટીભર્યો ગ્લોબલ ધડાકો સામે આવ્યો છે! વૈશ્વિક મહાસત્તા અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે-બે ખાસ અને પાવરફુલ દૂતો ગુપ્ત મિશન હેઠળ સીધા રશિયાની રાજધાની મોસ્કો પહોંચી ગયા છે. કાળમુખા મહાયુદ્ધને સટાકથી રોકવા અને વ્લાદિમીર પુતિનને મનાવવા માટે યોજાઈ રહેલી આ હાઈ-પ્રોફાઈલ બેઠક પર સમગ્ર વિશ્વની આંખો સ્થિર થઈ ગઈ છે.
બંને વાટાઘાટકારો રશિયન અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ રવિવારે યુક્રેનના પાટનગર કિવ પણ જવાના છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સર્જાયેલા અવરોધને તોડીને કોઈ વ્યવહારુ સમાધાન સુધી પહોંચવાનો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતાં પુષ્ટિ કરી હતી કે વિટકોફ અને કુશનર એક ચોક્કસ પ્રસ્તાવ સાથે ગયા છે. ટ્રમ્પે જણાવ્યું કે બંને દૂતો યુદ્ધ સમાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ લઈને ગયા છે અને ત્યાં જઈને મૂલ્યાંકન કરશે કે સમજૂતીનો કોઈ વાસ્તવિક માર્ગ છે કે નહીં. જોકે, આ પ્રસ્તાવમાં યુક્રેન દ્વારા પોતાની જમીન જતી કરવાનો મુદ્દો સામેલ છે કે નહીં તે અંગે ટ્રમ્પે ખુલાસો કરવાનો ઇનકાર કર્યો હતો. એક તરફ રાજદ્વારી વાટાઘાટો શરૂ થઈ રહી છે, ત્યારે બીજી તરફ યુદ્ધના મેદાનમાં હિંસા તેજ બની છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
