તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
સાવધાન! જો તમે Chrome વાપરતા હોવ તો ચેતી જજો: આ એક્સ્ટેન્શન તમારો Telegram અને Google ડેટા કરી શકે છે ચોરી
સાયબર એક્સપર્ટ્સની મોટી ચેતવણી: લોકપ્રિય દેખાતા કેટલાક ક્રોમ એક્સ્ટેન્શન યુઝર્સના પર્સનલ ચેટ્સ અને પાસવર્ડ્સ પર ત્રાટકી રહ્યા છે:ગૂગલ ડેટાની સુરક્ષા સામે મોટું જોખમ

નવી દિલ્હી : ઇન્ટરનેટ સર્ફિંગને સરળ બનાવવા માટે આપણે જે 'Chrome Extensions'નો ઉપયોગ કરીએ છીએ, તે હવે જાસૂસીનું હથિયાર બની રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, કેટલાક ખતરનાક એક્સ્ટેન્શન યુઝર્સના ટેલિગ્રામ એકાઉન્ટનો એક્સેસ મેળવીને ખાનગી મેસેજ ચોરી રહ્યા છે. એટલું જ નહીં, આ માલવેર યુઝરના ગૂગલ ડ્રાઈવ અને જીમેલના ડેટા પર પણ નજર રાખી રહ્યા છે. સાયબર સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે અજાણ્યા કે બિનજરૂરી એક્સ્ટેન્શનને તાત્કાલિક રિમૂવ કરવા જોઈએ અને હંમેશા ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખવું જોઈએ. જો તમે પણ કોઈ નવા એક્સ્ટેન્શન ઇન્સ્ટોલ કર્યા હોય, તો એકવાર લિસ્ટ ચેક કરી લેવું હિતાવહ છે.
સાયબરસિક્યુરિટી ફર્મ Socket મુજબ આ ખતરનાક એક્સ્ટેન્શન પાંચ અલગ-અલગ પબ્લિશર નામ હેઠળ કામ કરે છે, પરંતુ એ બધા એક જ command-and-control (C2) ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા છે. તેઓ પોતાને Telegram સાઇડબાર ક્લાયન્ટ, ટેક્સ્ટ ટ્રાન્સલેટર અને સ્લોટ મશીન ગેમ્સ જેવા સાચા ટૂલ તરીકે દર્શાવે છે. જોકે પાછળથી મેલિશિયસ સ્ક્રિપ્ટ ચલાવીને યુઝરની માહિતી ચોરીને એક જ ઓપરેટરના સર્વર સુધી પહોંચાડે છે.
હેકર્સે શું કર્યું?
એમાંથી અંદાજે 54 એક્સ્ટેન્શન ખાસ કરીને Google એકાઉન્ટની ઓળખને ટાર્ગેટ કરે છે અને યુઝર લોગિન કરતાં જ OAuth2 મારફતે ઈમેઇલ એડ્રેસ અને પ્રોફાઇલ ફોટો જેવી માહિતી ચોરી લે છે. આ સાથે જ 45 એક્સ્ટેન્શનમાં એક યુનિવર્સલ બેકડોર હતો, જે બ્રાઉઝર શરૂ થતાં જ હેકરના સર્વર દ્વારા નિયંત્રિત રેન્ડમ URL ખોલે છે. આ કેમ્પેઇનમાં સૌથી ખતરનાક એક્સ્ટેન્શન ‘Telegram Multi-account’ હોવાનું કહેવાય છે, જે ખાસ Telegram યુઝર્સને ટાર્ગેટ કરે છે.
પાસવર્ડ વગર Telegram એકાઉન્ટ હેક
‘Telegram Multi-account’ એક્સ્ટેન્શન છુપાઈને Telegram Webના એક્ટિવ ઓથેન્ટિકેશન ટોકન ચોરી લે છે અને દર 15 સેકન્ડે આ ડેટા રિમોટ સર્વર પર મોકલે છે. આ કારણે હુમલાખોરો પાસવર્ડ અથવા ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન વગર પણ એકાઉન્ટ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકે છે. Socketના બ્લોગ મુજબ કેટલાક એક્સ્ટેન્શન Chromeના declarativeNetRequest APIનો ઉપયોગ કરીને વેબપેજ લોડ થવા પહેલાં સિક્યોરિટી હેડર્સ દૂર કરે છે.
જો તમને લાગે છે કે તમે આ હુમલાથી પ્રભાવિત થયા છો, તો એક્સપર્ટ્સ તરત જ કેટલાક પગલાં લેવા સલાહ આપે છે. સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાંથી આ ખતરનાક એક્સ્ટેન્શન દૂર કરો. જો તમે Telegram સંબંધિત એક્સ્ટેન્શનનો ઉપયોગ કર્યો હોય, તો Telegram એપના ‘Devices’ મેનુમાંથી બધા એક્ટિવ Telegram Web સેશનમાંથી લોગઆઉટ કરો. અંતમાં, જો તમે Googleથી લોગિન કર્યું હોય, તો તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને અજાણ્યા થર્ડ-પાર્ટી ઍક્સેસને તરત જ રદ કરો. આટલું કરતાં તમે સિક્યોર હોવાના ચાન્સ વધી જશે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
