<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

પાડોશીઓ વચ્ચે ‘જંગ’ છેડાઈ: પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર ભયાનક હુમલો:કાબુલમાં કાળો કેર:૭ ના મોત

સીમા પર સંગ્રામ: પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની ધરતી ધ્રુજાવી:હવાઈ હુમલામાં માસૂમોનો ભોગ લેવાયો હોવાનો દાવો: તાલિબાન શાસન લાલઘૂમ:શું હવે અફઘાનિસ્તાન વળતો પ્રહાર કરશે? આતંકવાદના નામે પાકિસ્તાને સરહદ ઓળંગી:દક્ષિણ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને ભયાનક બોમ્બમારો કર્યો હોવાના અહેવાલ છે. આ હુમલામાં કાબુલ સહિતના વિસ્તારોમાં સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાનો દાવો અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે.

અફઘાન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ કુનાર પ્રાંતના અસદાબાદ શહેરમાં રહેણાંક મકાનો અને સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીને નિશાન બનાવી હતી. ઈજાગ્રસ્ત થયેલા 85 લોકોમાં મહિલાઓ, માસૂમ બાળકો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોનો સમાવેશ થાય છે. રહેણાંક મકાનોમાં મિસાઈલો પડવાને કારણે મોટી માત્રામાં માલ-મિલકતને નુકસાન પહોંચ્યું છે અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે.

અફઘાનિસ્તાનના અધિકારીઓએ પાકિસ્તાનની આ કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન અને 'યુદ્ધ અપરાધ' ગણાવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાને ખાસ કરીને યુનિવર્સિટીને નિશાન બનાવવાના આરોપને સ્પષ્ટપણે નકારી કાઢતા તેને ખોટી માહિતી ગણાવી છે.

(6:28 PM IST)