<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન સામે પરમાણુહુમલા જેવો પરોક્ષ ધડાકો: "ઈરાન પર આજ-કાલમાં જ ભયાનક હુમલો કરીશું:" કાળમુખી ચેતવણીથી વૈશ્વિક રાજકારણમાં હાહાકાર

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગતા ત્રીજા વિશ્વયુદ્ધનો ખૌફ છવાયો: અમેરિકી રાષ્ટ્રપતિની અલ્ટીમેટમ ધમકીથી આંતરરાષ્ટ્રીય બજારો અને વિશ્વભરના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક રાજકારણમાંથી આખી દુનિયાના હોશ ઉડાવી દેતા અત્યંત સ્ફોટક અને ખૌફનાક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના સત્તાના સૂત્રો સંભાળતા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વ (Middle East) ના સૌથી ખતરનાક દેશ ગણાતા ઈરાનને સીધી અને લોહિયાળ ખુલ્લી ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં એલાન કર્યું છે કે, જો ઈરાન પોતાની હરકતો નહીં સુધારે તો અમેરિકા દ્વારા ઈરાન પર આજ-કાલમાં જ અણધારી અને ભયાનક સૈન્ય કાર્યવાહી તેમજ હવાઈ હુમલો કરી દેવામાં આવશે.

પશ્ચિમ એશિયામાં ઓઈલ ટેન્કરો પર હુમલા વધી રહ્યા છે ત્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શનિવારે ફ્લોરિડામાં મિડટર્મ ચૂંટણીમાં મતદાન કર્યા પછી કહ્યું કે, ઈરાન પર ટૂંક સમયમાં જ મોટો સૈન્ય હુમલો થઈ શકે છે. ઈરાન સાથે ડીલ થશે અથવા હું તે દેશને ખતમ કરી નાંખીશ. ઈરાન હજુ પણ અમેરિકા સાથે સમજૂતી કરીને મોટી સૈન્ય કાર્યવાહીથી બચી શકે છે. અમેરિકાનો આશય ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવાનો છે. અમે ઈરાનના ૨૫૯ જહાજ સમુદ્રના તળીયે પહોંચાડી દીધા છે. ટ્રમ્પે આ પહેલાં પણ ચૂંટણી રેલીઓમાં ઈરાન પર નાનો એપિક ફ્યુરી હુમલો કરવાના સંકેતો આપ્યા હતા.
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનના લોકો પણ માને છે કે અમેરિકા અને ઈઝરાયેલમાં એકાદ સપ્તાહમાં ચૂંટણીઓ થવાની હોવાથી ત્યાંના લોકોને ભયભીત કરવા માટે ઈરાન પર હુમલો કરી શકે છે. આ સંભવિત હુમલાથી ઈરાનના લોકો ભયભીત છે જ્યારે ઈરાનના નેતાઓએ અમેરિકા અને ઈઝરાયેલને વળતા હુમલાની ધમકી આપી છે.
ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રમુખ ઈબ્રાહિમ અજીજીએ કહ્યું કે, ઈરાન પર હુમલો થશે તો ઈઝરાયેલને એક કલાકથી પણ ઓછા સમયમાં રહેવા લાયક નહીં છોડાય. અજીજીએ એક નકશો પણ શૅર કર્યો, જેમાં ઈઝરાયેલના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે. ઈરાને ઈઝરાયેલમાં સૈન્ય સ્થળોની સાથે ડિમોનાનું પરમાણુ સંશોદન કેન્દ્ર, પીવાના પાણીના સપ્લાય, વીજળી ઉત્પાદન, ઓઈલ રિફાઈનરી, ફ્યુઅલ સ્ટોરેજ, પૂલો અને પરિવહન નેટવર્ક જેવા સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલાની ચેતવણી આપી છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધની વચ્ચે સાઉદી અરબ અને યમનમાં સાઉદી અરબની સેના તથા હુથી બળવાખોરો વચ્ચે યુદ્ધ વકર્યું છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબના એરપોર્ટ અને ઓઈલ રિફાઈનરીઓ પર હુમલા કર્યાનો દાવો કર્યો છે. બીજીબાજુ હુથી બળવાખોરોએ મક્કા અને મદીના પર પણ મિસાઈલ હુમલો કર્યાનો સાઉદી અરબે દાવો કર્યો હતો, જેનો હુથી બળવાખોરોએ ઈનકાર કર્યો હતો.

 

(5:57 PM IST)