તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ફૂલો અને ફળોમાંથી અનોખાં પેઇન્ટિંગ્સ

ઇક્વેડોર,તા.૧૧: સાઉથ અમેરિકામાં આવેલા ઇક્વેડોર દેશમાં બેટો વેલ નામનો એક કલાકાર છે જે અનોખા બોટનિકલ ડ્રોઇંગ માટે જાણીતો છે. આ કલાકાર વિવિધ રંગનાં ફૂલો અને ફળોનો ઉપયોગ કરીને પ્રાણીઓનાં ચિત્રો દોરે છે. અલબત્ત, આ ચિત્રો પણ ટ્રેડિશનલ નથી. પ્રકૃતિમાં જોવા મળતી નેચરલ ચીજોનાં અલગ-અલગ પ્રકારનાં કોમ્બિનેશનથી પ્રાણીઓનો આભાસ ઊભો કરે એવાં ચિત્રો તેની ખાસિયત છે. ૧૯મી સદીમાં બોટનિકલ ડ્રોઇંગ ખૂબ ફેમસ હતું. જોકે બેટોભાઈ એવાં હાઇબ્રિડ જીવો બનાવે છે જે ફૂલોમાંથી પેદા થયા છે. ફૂલમાંથી ફલેમિગો રચાય અને સ્ટ્રોબેરીમાંથી ચકલી જેવાં પંખી પેદા થતાં હોય એવો આભાસ આ કલાકારની ખાસિયત છે. કોવિડના રોગચાળા દરમ્યાન આ ભાઈને આવાં ડ્રોઇંગ્સનો ચસકો ચડ્યો હતો. ત્યારથી તેણે એકદમ ચંચળ, રંગબેરંગી અને જીવંત લાગે એવી ચીજોના માધ્યમથી પ્રાણીઓનાં ફયુઝન ચિત્રો દોર્યાં છે અને ઇન્સ્ટાગ્રામ પર વાહવાહી મેળવે છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
