<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો સૌથી ભીષણ, રૌદ્ર અને કાળજું કંપાવી દેતો મિસાઇલ હુમલોઃ આકાશમાંથી આગના ગોળા વરસાવતા રશિયન હવાઈ હુમલાને કારણે કીવના મહત્વના ત્રણ-ત્રણ પુલો એકસાથે સટાકથી બંધ કરી દેવા પડતા આખા શહેરમાં સર્જાયેલા મહા-ટ્રાફિક જામથી યુક્રેનીયન શાસકોની છાતીના પાટિયા બેસી ગયા

યુદ્ધના મેદાનમાં તારાજી સર્જતા આ વિસ્ફોટક કાંડ અને કલાકો સુધી ફસાઈ રહેલા લાખો નાગરિકોના હાહાકારથી આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી અને સૈન્ય અધિકારીઓના ઉડી ગયા હોશઃ યુરોપની ધરતી પર મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:યુદ્ધના મેદાન બનેલા યુક્રેનની રાજધાની કીવ (Kyiv) માંથી રશિયાની અત્યાચારી આક્રમકતાનો પર્દાફાશ કરતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! રશિયાએ તાજેતરમાં જ કીવ પર અંધાધૂંધ હવાઈ હુમલાઓ (Airstrikes) શરુ કરી દીધા છે, જેના કારણે શહેરને જોડતા મુખ્ય ત્રણ પુલોને ગંભીર નુકસાન પહોંચતા સુરક્ષાના કારણોસર તત્કાલ બંધ કરી દેવામાં આવ્યા છે, પરિણામે આખા શહેરમાં ભયાનક વાહનોની કતારો લાગી ગઈ છે અને નાગરિકો રસ્તા પર ફસાઈ ગયા છે.

આ પ્રસ્તાવોમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાઓ રોકવાની વાત છે. જેના કારણે રશિયામાં ફ્યુઅલની અછત અને યુક્રેનમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. કાળા સમુદ્ર પર હુમલો રોકવાની વાત છે જે વિશ્વનાં બજારોમાં જરૂરી અનાજ નિકાસ કરવા માટે જરૂરી છે.
રશિયન હુમલાઓને કારણે કીવનાં ૬ સડક પુલો પૈકી ત્રણને બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને એવું લાગી રહ્યું હતું કે આ શહેરનાં લોકોને હેરાન કરવાની તેની નવી યુક્તિ છે.
આ અગાઉ રશિયાએ એપાર્ટમેન્ટ બ્લોક, સુપરમાર્કેટ વેરહાઉસ, ગેસ સ્ટેશન અને ડેટા સેન્ટર જેવા અન્ય લક્ષ્યાંકોને નિશાન બનાવ્યા હતાં.
વોશિંગ્ટન સ્થિત ઇન્સ્ટીટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર નામની એક થિંક ટેન્કે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે માર્ચ અને સપ્ટેમ્બરની વચ્ચે રશિયન સેનાએ યુક્રેનનાં ૩૦૦ ચો. કિલોમીટરનાં વિસ્તાર પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું છે. સપ્ટેમ્બરમાં રશિયાનાં ૪૬૦૦૦થી વધુ સૈનિકોનાં મોત થયા છે.
ઝેલેન્સ્કીએ ફરી એક વખત વિશ્વનો દેશોને રશિયા સાથે વેપાર ન કરવા અને વધુ પ્રતિબંધો મૂકવાની અપીલ કરી છે.

(4:23 PM IST)