<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

યુક્રેન પર રશિયાનો ‘કાળ પંજો’: ૧૭૦૦ ચોરસ કિમી વિસ્તાર રશિયન સેનાના કબ્જામાં:પુતિનનો ડોનબાસમાં વિજયી હુંકાર

ઝેલેન્સ્કીની ચિંતામાં ધરખમ વધારો: રશિયાએ વ્યૂહાત્મક રીતે યુક્રેનના મહત્વના ઠેકાણાઓ ફૂંકી માર્યા: ડોનબાસમાં રશિયન લશ્કરની તોફાની આગેકૂચ:પશ્ચિમી દેશોની મદદ પહોંચે તે પહેલા રશિયાએ મોટો ખેલ પાડી દીધો:યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગમાં રશિયાએ આજે મોટો દાવો કરીને વિશ્વને ચોંકાવી દીધું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સપ્તાહોમાં રશિયન લશ્કરે યુક્રેનના અંદાજે ૧૭૦૦ ચોરસ કિમી વિસ્તાર પર સંપૂર્ણ કબ્જો જમાવી દીધો છે. ખાસ કરીને પૂર્વી યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં રશિયાને આ મોટી સફળતા મળી છે.
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ મહિનાઓ પછી પણ અટકયું નથી. રશિયાએ એવો દાવો કર્યો છે કે યુક્રેનમાં ૧૭૦૦ વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબ્જો કર્યો છે એટલું જ નહી ડોનબાસના મહત્વના ફ્રોટ્રેસ બેલ્ટ તરફ આગળ વધી રહયા છે. રશિયન સેનાના પ્રમુખ વલેરી ગેરાસિમોવ જણાવ્યું હતું કે વર્તમાન વર્ષની શરુઆતમાં ૮૦ વિસ્તારો અને ૧૭૦૦ વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તાર રશિયન સેનાના કબ્જામાં આવી ગયો છે. રશિયાની સેના સ્લોવિયાન્સ્ક, ક્રામોતોર્સ્ક અને કોસ્ત્યાંનિવકા જેવા શહેરોની પણ નજીક છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ લડાઇ ચાલું છે.
સુમી અને ખારકીવની દિશામાં આગળ વધીને સુરક્ષા ઝોન તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયા છે.  બીજી બાજુ યુક્રેને સ્પષ્ટતા કરી છે કે રશિયાના સૈન્યને પ્રત્યુત્તર  આપવામાં આવી રહયો છે.યુક્રેની કમાંડર ઓલેકસાંદ્ર સિર્સ્કી મુજબ માર્ચ મહિનામાં અંદાજે ૫૦ વર્ગ કિમી વિસ્તાર ફરી પાછો મેળવવામાં આવ્યો છે. યુક્રેનની સેનાના સ્લોવિયાન્સ્કની આસપાસ રશિયન હુમલાઓને રોકવામાં આવ્યા છે. કોસ્ત્યાતિનિવકા પાસે અનેક હુમલાઓનો સામનો કર્યો છે. જો કે યુક્રેન અને રશિયાના પોત પોતાના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઇ શકી નથી.

 

(5:23 PM IST)