તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
માથાથી જોડાયેલી બે બહેનોને અમેરિકામાં પચીસ કલાકના જટિલ ઓપરેશન બાદ અલગ કરવામાં આવી
હવે આ બેઉ બહેનો સ્વસ્થ છે અને બેસી શકે છે

મિઝૂરી તા.૨૧: ઇથિયોપિયામાં જન્મેલી અને માથાથી જોડાયેલી ટ્વિન સિસ્ટર્સને આશરે પચીસ કલાકના જાટિલ ઓપરેશન પછી અલગ કરવામાં આવી હતી. અમેરિકામાં મિઝૂરીના સેન્ટ લુઈની એક હોસ્પિટલના ડોક્ટરોએ બુધવારે આ જાટિલ ઓપરેશન પાર પાડ્યું હતું. બે વર્ષની બેઉ બહેનો હિયાબ અને વુહબ્તો હવે સ્વસ્થ થઈ રહી છે અને તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવી છે.
માર્ચ ૨૦૨૫માં તેમને અમેરિકા લાવવામાં આવી હતી અને તેમના પર ફાઇનલ ઓપરેશન પહેલાં એક વર્ષમાં ૬ નાનાં-નાનાં ઓપરેશન પાર પાડવામાં આવ્યાં હતાં જેથી તેમને અલગ કરી શકાય. આશરે પચીસ લાખ બાળકોના જન્મ બાદ આવો એક કેસ જોવા મળતો હોય છે. હવે આ બેઉ બહેનો સ્વસ્થ છે અને બેસી શકે છે. તેઓ જન્મી ત્યાર બાદ એકબીજાનું મોં જોઈ શકતી નહોતી પણ હવે તેઓ એકબીજાને જોઈ શકે છે
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
