News of Tuesday, 6th October 2026
સાઉદી અરેબિયાની પવિત્ર ધરતી અને ઇસ્લામિક જગતના કેન્દ્રની રક્ષા કરવા માટે તૂર્કિયે અને પાકિસ્તાનની સેનાઓ મેદાનમાં કૂદી પડ્યાનો સૌથી મોટો, અતિ-વિસ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભાંડો ફોડઃ યેમનના ખૂંખાર હૂથી બળવાખોરો સામે લાલ આંખ કરીને 'મક્કા પેક્ટ' સત્તાવાર રીતે સક્રિય કરી દેવામાં આવતા મધ્ય પૂર્વ અને આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા
મધ્ય પૂર્વના રણમેદાનમાં ખળભળાટ મચાવી દેનાર આ લશ્કરી ગઠબંધન અને શક્તિશાળી સેનાઓના આક્રમક પાવરથી અમેરિકા અને યુરોપીયન મહાસત્તાઓના પણ ઉડી ગયા હોશઃ સાઉદી અરેબિયાથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધના મોરચેથી રૂંવાડા ઊભા કરી દેતો, કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! સાઉદી અરેબિયાની સુરક્ષા અને સાર્વભૌમત્વ પર સતત તોળાઈ રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને હવે તૂર્કિયે (Turkey) અને પાકિસ્તાન (Pakistan) ની સશસ્ત્ર સેનાઓ મેદાનમાં ઉતરી ગઈ છે. સાઉદી અરેબિયાના સીમાડાઓ અને પવિત્ર સ્થળોની રક્ષા માટે ઐતિહાસિક 'મક્કા પેક્ટ' ને સક્રિય કરવામાં આવ્યો છે, જેની સીધી અસર યેમનના હૂથી બળવાખોરો અને તેમના સમર્થકો પર પડવાની છે.
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કિયેએ ગત ઓગસ્ટ મહિનામાં જ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ પર ઐતિહાસિક હસ્તાક્ષર કર્યા હતા. આ કરારની શરતો મુજબ ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થવાની સ્થિતિને તમામ ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે. હવે હૂતી જૂથના હુમલાઓ વચ્ચે આ કરારને સક્રિય કરવાથી ત્રણેય દેશો વચ્ચે લશ્કરી સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્તર અભૂતપૂર્વ રીતે વધવાની વાત સામે આવી છે.
સાઉદી રક્ષા મંત્રી ખાલિદ બિન સલમાને સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ શેર કરતા જણાવ્યું કે ગઠબંધનની રૂપરેખા હેઠળ સામૂહિક નિવારક પગલાં (કલેક્ટિવ ડિટરન્સ મેજર્સ) તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા છે. આ મોટો નિર્ણય યમનના ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને તેના માટે જવાબદાર તત્વોના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. કરાર હેઠળ મંજૂર વ્યવસ્થા મુજબ સાઉદી અરેબિયામાં લશ્કરી દળો અને સુરક્ષા ક્ષમતાઓ તૈનાત કરવાની ત્વરિત તૈયારીઓ હાથ ધરવામાં આવશે.
આ ત્રણેય રાષ્ટ્રોએ સ્પષ્ટ કર્યું છે કે આ ડગલાથી તેમની સૈન્ય તૈયારીઓ વધુ મજબૂત બનશે. આનાથી ત્રણેય દેશો વચ્ચે પરસ્પર સૈન્ય તાલમેલ વધશે અને ભવિષ્યમાં ઉભરનારા કોઈપણ સુરક્ષા જોખમો સામે સામૂહિક રીતે આક્રમક જવાબ આપવાની ક્ષમતામાં મોટો વધારો થશે. વૈશ્વિક રાજકારણમાં આ સંયુક્ત પગલાંને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવી રહ્યું છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
