તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ટ્રમ્પનો ‘થંડરબોલ્ટ’: ઈરાનને હથિયાર પૂરા પાડતા નેટવર્ક પર તવાઈ, ૧૦ કંપનીઓ પર મૂક્યો કડક પ્રતિબંધ
ઈરાન સામે લાલઘૂમ અમેરિકા: હથિયાર ખરીદવામાં મદદ કરનારાઓને પાઠ ભણાવ્યો:આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ:શું આ પ્રતિબંધો ઈરાનની સૈન્ય તાકાતને રોકી શકશે? ‘અમેરિકા ફર્સ્ટ’ ની નીતિ હેઠળ ટ્રમ્પના આકરા તેવર

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સૈન્ય કાર્યક્રમો અને હથિયારોની ખરીદીમાં મદદ કરનાર ૧૦ જેટલી વિદેશી કંપનીઓ પર આકરા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને મિસાઈલ અને અન્ય હથિયારો બનાવવામાં સહાયતા કરનાર કોઈ પણ સંસ્થાને અમેરિકા સહન નહીં કરે.
અમેરિકાએ ઈરાનને મદદ કરતી નાણાકીય સંસ્થાઓ પર 'સેકન્ડરી પ્રતિબંધો' લગાવવાની પણ તૈયારી બતાવી છે, ખાસ કરીને એવી સંસ્થાઓ જે ચીનની સ્વતંત્ર 'ટીપૉટ' ઓઇલ રિફાઇનરીઓ સાથે જોડાયેલી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રતિબંધો હજુ મર્યાદિત છે, જેના કારણે ઈરાનને અન્ય રસ્તાઓ શોધવાનો સમય મળી શકે તેમ છે. હાલમાં ટ્રેઝરી વિભાગે એવા ચીની બેન્કો પર કોઈ પગલાં લીધા નથી જે ઈરાનની અર્થવ્યવસ્થાને ટેકો આપી રહી છે.
અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી સંસ્થાઓમાં ચીનની 'યુશિતા શંઘાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ' પર ઈરાનને હથિયારો ખરીદવામાં મદદ કરવાનો અને 'હિટેક્સ ઇન્સુલેશન નિંગબો કંપની લિમિટેડ' પર બેલેસ્ટિક મિસાઇલોમાં વપરાતી સામગ્રી પૂરી પાડવાનો આરોપ છે. આ ઉપરાંત, દુબઈની 'એલિટ એનર્જી FZCO' પર લાખો ડૉલર ટ્રાન્સફર કરવાનો તેમજ હોંગકોંગની 'HK હેસિન ઇન્ડસ્ટ્રી' અને બેલારૂસની 'આર્મરી એલાયન્સ LLC' પર ખરીદ-વેચાણના સોદામાં વચેટિયા તરીકે કામ કરવાનો આરોપ લગાવાયો છે. જ્યારે હોંગકોંગની 'મસ્ટૅડ લિમિટેડ' અને ઈરાનની 'પિશગામ ઇલેક્ટ્રોનિક સફેહ' કંપનીને ડ્રોન મોટર અને સૈન્ય સાધનોની ખરીદીમાં મદદ કરવા બદલ નિશાને લેવામાં આવી છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
