તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ટ્રમ્પનો ‘પરમાણુ’ રૂદ્રાવતાર: હવે હું ‘મિસ્ટર નાઈસ’ નથી રહ્યો: ઈરાન સુધરી જાય નહીંતર ખેર નથી:પરમાણુ હથિયારો મુદ્દે છેલ્લું અલ્ટિમેટમ
વ્હાઈટ હાઉસના ‘ડોન’ની ગર્જના: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાનું સપનું છોડી દે: મારી સહનશક્તિનો અંત આવ્યો છે:ટ્રમ્પના તેવરથી મધ્ય પૂર્વમાં ખળભળાટ:જો સમજાવટથી નહીં માનો તો બીજી રીત પણ મને આવડે છે:શું દુનિયા ફરી એકવાર ભયાનક યુદ્ધના ઉંબરે? અમેરિકી ચૂંટણી પહેલા ટ્રમ્પના આ નિવેદને દુનિયાભરના દેશોમાં ફફડાટ ફેલાવ્યો

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આગામી ચૂંટણીના મજબૂત દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. ઈરાનના વધી રહેલા પરમાણુ કાર્યક્રમ અને હથિયારો બનાવવાની દિશામાં થઈ રહેલી હિલચાલ સામે લાલઘૂમ થઈને ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "હવે હું મિસ્ટર નાઈસ નહીં બનું." તેમણે ઈરાનને સુધરી જવા અને પરમાણુ હથિયારોનું વળગણ છોડવા અલ્ટિમેટમ આપ્યું છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપતા કહ્યું કે ઈરાને ટૂંક સમયમાં પરમાણુ હથિયાર વગરનો કરાર કરવો પડશે, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઈરાન યોગ્ય રીતે કરાર કરતા જાણતું નથી અને તેણે ઝડપથી સમજણ બતાવવી જોઈએ. ટ્રમ્પની પોસ્ટ ઘણી ડ્રામેટિક છે, જેમાં તેઓ એક ગન સાથે વિસ્ફોટક આગની જ્વાળાઓ વચ્ચે જોવા મળી રહ્યા છે.
ઈરાનને ગર્ભિત ચેતવણી આપતા ફોટામાં ટ્રમ્પ હથિયાર સાથે જોવા મળી રહ્યા છે અને ‘NO MORE MR. NICE GUY!’ લખેલું છે, જે આગામી સમય કઇંક ઉંઘું ચત્તું થઈ શકે તેવા સંકેત દર્શાવે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા અને યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે અમેરિકા આ પ્રસ્તાવને લઈને પૂરી રીતે આશ્વસ્ત નથી અને ટ્રમ્પ તેનાથી સંતુષ્ટ દેખાતા નથી. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે ઈરાનનો પ્રસ્તાવ પહેલા કરતા સારો છે, પરંતુ કોઈ પણ કરાર એવો હોવો જોઈએ જેનાથી ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં આગળ ન વધી શકે. ઈરાન તેના માટે સંમત નથી.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
