તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક!: પાકિસ્તાનને પડતું મૂકી ઈરાન સાથે સીધી વાટાઘાટો કરવા ટ્રમ્પ તૈયાર” નવી ‘ડીલ’ની ઓફર
ઈસ્લામાબાદમાં બીજા રાઉન્ડની તૈયારી: ટ્રમ્પની ટીમે ઈરાન સામે મૂકી ‘બેટર ડીલ’ની ઓફર:જેડી વેન્સ અને કુશનર વાટાઘાટો માટે મેદાનમાં:શું ઈરાન નમતું જોખશે કે ફરી પરમાણુ યુદ્ધના નગારા વાગશે?

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની ‘અનપ્રેડિક્ટેબલ’ સ્ટાઈલથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન જેવા દેશોની અવગણના કરીને ટ્રમ્પે હવે સીધું જ ઈરાન સાથે બાથ ભીડવા અને ટેબલ પર બેસીને વાત કરવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ઈરાનને ૨૦૧૫ની પરમાણુ સંધિ કરતા પણ ‘શ્રેષ્ઠ ડીલ’ આપવા તૈયાર છે, પણ શરત માત્ર એટલી જ કે ઈરાને પોતાની જીદ છોડવી પડશે.
ઈરાને ઇસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઇ-પ્રોફાઇલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, રાજદ્વારી સંવાદ આગળ વધશે અને કહ્યું, જો તેઓ મળવા માંગતા હોય, તો મને તેમની સાથે બેઠક કરવામાં કોઈ વાંધો નથી.
વાટાઘાટોના કેન્દ્રમાં અમેરિકાની એક જ મુખ્ય માંગ છે – ઈરાન પરમાણુ હથિયારોનો ત્યાગ કરે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પરમાણુ હથિયારોથી છુટકારો મેળવો, તે ખૂબ જ સરળ છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય. તેમણે ઉમેર્યું કે, જો ઈરાન આ માની લેશે તો તે એક સમૃદ્ધ દેશ બની શકે છે, અન્યથા પરિણામ સુંદર નહીં હોય.
ટ્રમ્પે સ્વીકાર્યું કે, યુદ્ધવિરામ લંબાવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો સમયમર્યાદા પહેલા કોઈ સમજૂતી નહીં થાય તો ફરીથી બોમ્બમારો શરૂ થઈ શકે છે. અગાઉ ટ્રમ્પ ઈરાનના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે બ્રિજ અને પાવર પ્લાન્ટ્સને નષ્ટ કરવાની ધમકી પણ આપી ચૂક્યા છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
