<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ટ્રમ્પ તંત્રનો ઇમિગ્રન્ટ્સ પર ભયાનક કોરડો: ૫૪૦ દિવસનો ગ્રેસ પીરિયડ એકઝટકે રદ; વિદેશી નાગરિકો પર દેશનિકાલનું તોળાતું સંકટ

વર્ક પરમિટ અને વિઝા રિન્યુઅલમાં રાહત આપતો મહત્ત્વનો નિયમ નાબૂદ થતાં મચ્યો હાહાકાર: લાખો ભારતીયો અને એનઆરઆઈઝના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:અમેરિકાથી સમગ્ર વિશ્વમાં વસતા ઇમિગ્રન્ટ્સના હોશ ઉડાવી દેતા અને રાતોરાત ઊંઘ હરામ કરી દેતા સૌથી મોટા સ્ફોટક સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રે અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો અને ઇમિગ્રન્ટ્સ સામે અત્યાર સુધીનો સૌથી આકરો નિર્ણય લેતાં, વર્ક પરમિટ ઓટો-એક્સ્ટેન્શન માટે મળતો પ૪૦ દિવસનો રાહતજનક 'ગ્રેસ પીરિયડ' તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ શાસનના આ ધડાકાભેર નિર્ણયથી અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં જબરદસ્ત સપાટો બોલી ગયો છે.

અમેરિકન સરકારના વર્તમાન પગલાંના લીધે ત્યાં આશ્રય મેળવનારા માંગનારાઓ અને એચ-૧બી વર્કરના જીવનસાથીઓને મોટો ફટકો પડશે. ફેડરલ વિભાગે જણાવ્યું હતું કે આ પગલાંના લીધે અધિકારીઓને અરજદારોનું બેકગ્રાઉન્ડ વારંવાર ચેક કરવાની છૂટ મળશે. અહેવાલ મુજબ આ ગ્રેસ પીરિયડ ઇમિગ્રન્ટ વર્કરોને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઈએસ)ની પ્રક્રિયામાં થતાં વિલંબ સામે રક્ષણ આપવા માટે બાઇડેનના શાસનમાં અમલી બનાવવામાં આવ્યો હતો. પણ હવે ટ્રમ્પના તંત્રમાં એજન્સીએ ઇમિગ્રન્ટ માટે તેમની વર્ક પરમિટ જાળવવી કે રીન્યુ કરવી અત્યંત આકરી બનાવી દીધી છે. યુએસસીઆઇએસ સમક્ષ ૩૦ જુન ૨૦૨૬ સુધી પડેલી વર્ક પરમિટ રીન્યુઅલ અરજીનો આંકડો ૪.૩૨ લાખને વટાવી ગયો હતો. તેમા ૯૧ હજાર રીન્યુઅલ પરમિટ તો ૧૮ મહિનાથી પડતર હતી. વિદેશી કામદારોએ એક્સ્પાયરીના ૧૮૦ દિવસની અંદર તેમના દસ્તાવેજો રીન્યુ કરવા માટે અરજી કરવાની હોય છે. જાન્યુઆરીમાં ગુ્રપ એચ-૪ના વિઝાધારકોએ ફેડરલ એજન્સીને કોર્ટમા ંપડકારી હતી. તેમની દલીલ હતી કે નેશનલ નીતિગત ફેરફારના લીધે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસીજર એક્ટનો ભંગ થાય છે. સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયાના જજેે વચગાળાના આદેશમાં તંત્રના નિયમને ફગાવી દીધો હતો. તેનું તારણ હતું કે ફેડરલ એજન્સી વહીવટી પ્રક્રિયાનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી. નવો નિયમ ૧૪ ઓક્ટોબરથી અમલમાં આવશે.

(6:31 PM IST)