<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

પ્રવાસીઓની મનપસંદ થાઈલેન્ડની ધરતી પર કુદરતનું સૌથી મોટું, રૌદ્ર અને કાળજું કંપાવી દેતું જળપ્રલયી તાંડવઃ ભયાનક પૂર અને મુશળધાર વરસાદના રાક્ષસી મોજાંઓમાં તણાઈ જવાથી ૪૦ નિર્દોષ લોકોના દર્દનાક મોત:૫૦ થી વધુ જિલ્લાઓમાં ચારેબાજુ કટોકટી અને હજારો લોકો બેઘર બની જતા આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા

એશિયાના આ લોકપ્રિય દેશને સટાકથી બરબાદ કરી નાખનારી આ કાળમુખી કુદરતી આફત અને ત્રાહિમામ પોકારતી જનતાના આક્રંદથી વૈશ્વિક સરકારો અને એજન્સીઓના ઉડી ગયા હોશઃ થાઈલેન્ડના ખૂણે-ખૂણે મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:વિશ્વના પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન ગણાતા થાઈલેન્ડ દેશમાંથી કુદરતનો અત્યાચારી અને પિશાચી પ્રકોપ છતો કરતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! થાઈલેન્ડમાં આકાશ ફાટ્યું હોય તેમ સતત વરસી રહેલા આફતના વરસાદ અને ઘાતક પૂરના કારણે દેશના ૫૦ થી વધુ જિલ્લાઓમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં ૪૦ જેટલા કમનસીબ લોકો કાળના ગાલમાં હોમાઈ ગયા છે.

ચાઓ ફ્રાયા નદીના પૂરના મેદાન પર વસેલા બેંગકોકમાં કોંક્રીટના વધતા બાંધકામોથી નહેરોનો વ્યાપ ઘટતાં પાણીનો નિકાલ અટક્યો છે, જેના કારણે સરકારે તમામ 50 જિલ્લાઓમાં પૂરની આપત્તિ જાહેર કરી છે. પરિસ્થિતિ એવી ગંભીર બની છે કે લોકો ઘરો સુધી જવા ઇન્ફ્લેટેબલ પૂલ, તરતી ફ્રિજ કે જેટસ્કીનો સહારો લઈ રહ્યા છે. વળી, પૂરના કારણે પ્રખ્યાત સુવર્ણભૂમિ એરપોર્ટનું સંચાલન પ્રભાવિત થતાં થાઈ એરવેઝના કર્મચારીઓ સમયસર ન પહોંચી શકવાથી હજારો સામાન ફસાઈ ગયો છે અને ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.

ઉત્તર તરફથી વહી રહેલા પૂરના પાણીને કારણે બેકોક હજુ પણ જોખમમાં છે. થાઈલેન્ડના વડા પ્રધાન અનુક ચાર્નવિરાકુલે જણાવ્યું છે કે સ્થિતિ પર નજર રાખવા માટે એક ખાસ 'વોર રૂમ' બનાવવામાં આવ્યો છે. પૂરના પાણી થોડા ઓસર્યા બાદ હવે શહેરમાંથી ભારે ગંધ અને કચરો ચારેય તરફ ફેલાઈ રહ્યો છે, જેના કારણે રોગચાળાનું જોખમ પણ વધી ગયું છે. સ્થાનિક નાગરિકો આ મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ કરીને હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

(4:21 PM IST)