તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
આ મહિલાને છે વિચિત્ર શોખઃ પહેલા વિમાન અને ટ્રેન બાદ હવે ઊંચા ચકડોળને પતિ બનાવ્યો
ત્રણ વર્ષથી બ્રૂસ નામના એક સ્કાઈડાઈવર કાર્નિવલ રાઈડ સાથે ખુશી ખુશીથી લગ્નજીવન વિતાવી રહી છે બ્રૂસ ૭૦ ફુટ ઊંચો એક સ્ટીલનો વિશાળ ચકડોળ છે, જેને લિંડા પોતાનો પતિ માને છે

ફલોરિડા તા.૧૧: માણસના પ્રેમની કહાનીઓ તો તમે ઘણી વાર સાંભળી હશે, પણ લિડાની કહાની કદાચ સૌથી વિચિત્ર છે. ટીએલસી ચેનલના ફેમસ રિયાલિટી શો માઈ સ્ટ્રેંઝ એડિક્શનમાં ૫૬ વર્ષિય લિડા ડુશાર્મેએ પોતાની જિદગીની ચોંકાવનારી કહાની જણાવી છે.
ટ્રેન અને હવાઈ જહાજ સાથે રિલેશનશિપમાં રહી ચુકેલી આ મહિલા હવે એક કાર્નિવલ રાઈડ સાથે લગ્ન કરી ચુકી છે. લિડા ફલોરિડાના ટામ્પા નજીકની રહેવાસી છે. તેણે જણાવ્યું કે તે ત્રણ વર્ષથી બ્રૂસ નામના એક સ્કાઈડાઈવર કાર્નિવલ રાઈડ સાથે ખુશી ખુશીથી લગ્નજીવન વિતાવી રહી છે. બ્રૂસ ૭૦ ફુટ ઊંચો એક સ્ટીલનો વિશાળ ચકડોળ છે, જેને લિડા પોતાનો પતિ માને છે.
લિડાએ જણાવ્યું કે, બ્રૂસથી પહેલા તેનો સંબંધ એક હવાઈ જહાજ સાથે હતો, ત્યાર બાદ તેણે એક લોકોમોટિવ ટ્રેન સાથે સીરિયસ રિલેશનશિપ બનાવ્યો. પણ અંતમાં બંને છૂટી પડ્યા. હવે બ્રૂસ તેના જીવનનું કેન્દ્ર છે. લિડા કહે છે કે તે ખૂબ જ મોનોગેમસ છે અને બ્રૂસ પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર છે. ૧૯૮૧થી બ્રૂસને પોતાનો માનતી લિડાએ તેને શોધી કાઢ્યો અને પોતાની જિદગીમાં સામેલ કરી લીધો. શોમાં તેણે જણાવ્યું કે, બ્રૂસ તેના દિલને પૂરું કરે છે અને તે તેને સાચો જીવનસાથી માને છે.
બ્રૂસ જૂનો અને જર્જર હાલતમાં હતો. લિડાએ તેને ઠીક કરવા માટે ૯૦,૦૦૦ ડોલર લગભગ ૭૫ લાખ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. તે કહે છે કે બ્રૂસને સારી હાલતમાં રાખવો તેની જવાબદારી છે. લિડા બ્રૂસ સાથે કેન્ડલલાઈટ ડિનર કરે છે, તેની સાથે સમય વિતાવે છે અને તેને એક પતિની માફક ટ્રિટ કરે છે.
આ મામલો ઓબ્ઝેક્ટમ સેક્શુઆલિટીનો છે. તેમાં વ્યક્તિ નિર્જીવ વસ્તુઓ પ્રત્યે આકર્ષિત થાય છે અને તેની સાથે ભાવનાત્મક, રોમેન્ટિક અથવા યૌનિક સંબંધ બનાવે છે. લિડા કહે છે કે સેક્સ તેના સંબંધનો મુખ્ય આધાર નથી, પણ ભાવનાત્મક જોડાણ વધારે મહત્ત્વનું છે. શોમાં લિડાએ બ્રૂસને અમેઝિગ ગણાવતા કહ્યું કે, જ્યારે બ્રૂસ ઊભો થાય છે ત્યારે પોતાના આર્મ્સ ફેલાવે છે તો મને ખૂબ જ સુંદર લાગે છે. તેણે એવું પણ કહ્યું કે બીજી રાઈડ પર ચઢવું શું બ્રૂસ સાથે દગો હશે? તેનો જવાબ હતો- નહીં કેમ કે તે બ્રૂસને પ્રેમ કરે છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
